રિપોર્ટ પ્રમાણે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 2020માં એક નહીં પણ ત્રણ-ત્રણ વર્લ્ડકપ રમાડવા જઇ રહી છે. ટીમ ઇન્ડિયા માટે આ વર્ષ ખુબ મહત્વનુ એટલા માટે છે કે ત્રણેય ભારતીય ટીમો માટે વર્લ્ડકપ જીતવાનો મોકો છે, જેમાં પુરુષ, મહિલા અને અંડર-19 ટીમો સામેલ છે.
આઇસીસી આ વર્ષે ત્રણ વર્લ્ડકપ એટલે ટી20 મેન્સ વર્લ્ડકપ 2020, ટી20 વૂમન્સ ટી20 અને અંડર-19 વર્લ્ડકપનુ આયોજન કરી રહી છે. ખાસ વાત છે કે, ત્રણેય ક્લાસમાં ટીમ ઇન્ડિયાની મજબૂત પક્કડ છે, જેથી માની શકાય કે ભારતીય ટીમને આ વર્ષેય આ ત્રણેય વર્લ્ડકપ જીતવાનો બેસ્ટ ચાન્સ છે.
ઉલ્લેખનીય છે કે, હાલ ભારતીય ટી20 વર્લ્ડકપ માટે કેપ્ટન વિરાટ કોહલી, વૂમન્સ ટી20 વર્લ્ડકપ માટે હરમનપ્રીત કૌર અને અંડર-19 વર્લ્ડકપ માટે પ્રિયમ ગર્ગને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.