T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાએ પોતાના કેમ્પેનને તેજ બનાવી દીધું છે. સોમવારે ભારતીય ટીમની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને હવે ટીમની નવી જર્સીના આગમનની માહિતી પ્રાપ્ત થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ 'એમપીએલ સ્પોર્ટ્સ'ના ઓફિશિયલ કિટ પાર્ટનરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમ નવી જર્સી સાથે T20 વર્લ્ડ કપમાં ઉતરશે.
નવી જર્સીમાં હશે ટીમ ઈન્ડિયાઃ
આ વીડિયોમાં રોહિત શર્મા, શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા જોવા મળી રહ્યા છે. રોહિત શર્મા કહી રહ્યો છે, 'ફેન્સ તરીકે તમે અમને ક્રિકેટર બનાવ્યા છે.' શ્રેયસ કહે છે, 'તમે લોકો જે ઉત્સાહ આપો છો તેના વિના રમતમાં મજા નથી આવતી.' આ પછી, હાર્દિક પંડ્યા ચાહકોને ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો ભાગ બનવા માટે કહેતો જોવા મળે છે.
આ વીડિયો સામે આવતાની સાથે જ ફેન્સે નવી જર્સી માટે સૂચનો આપવાનું શરૂ કરી દીધું છે. કોઈ જૂની સ્કાય બ્લુ રંગની જર્સીની માંગ કરી રહ્યું છે તો કોઈ કહી રહ્યા છે કે, આ વખતે તે જ જર્સી સાથે ટીમ ઈન્ડિયા રમવા ઉતરે, જે 2007માં આયોજિત પ્રથમ T20 વર્લ્ડ કપમાં હતી.
સુપર-12 મેચો 22 ઓક્ટોબરથી શરૂ થશે
ટી20 વર્લ્ડ કપની શરૂઆત 22 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મેચ સાથે થશે. આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જો કે આ પહેલા 16 થી 21 ઓક્ટોબર વચ્ચે ક્વોલિફાઈંગ મેચો પણ રમાશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે.
આ પણ વાંચો...