નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને રન મશીન ગણાતા વિરાટ કોહલીએ મેદાન પર તો અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી લીધી છે. પરંતુ હવે મેદાનની બહાર પણ તેના નામે એક પછી એક ઉપલબ્ધિઓ નોંધાઇ રહી છે. વિરાટ કોહલીએ મંગળવારે 13 સપ્ટેમ્બર, 2022એ ટ્વીટર પર એક અનોખી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. વિરાટ દુનિયાનો પહેલો એવો ક્રિકેટર બની ગયો છે જેના ટ્વીટર ફોલોઅર્સની સંખ્યા 50 મિલિયનને પાર થઇ ગઇ છે. ભારતમાં હવે તેનુ ત્રીજુ સૌથી મોટુ ટ્વીટર એકાઉન્ટ થઇ ગયુ છે, જેના પર 50 કે 50 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. 


જમણેરી બેટ્સમેન વિરાટ કોહલીથી કોઇ ભારતીય ટ્વીટર એકાઉન્ટ પર 50 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, તો તે પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે પીએમઓના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર છે. પીએમઓના એકાઉન્ટ પર 50.5 મિલિયન ફોલોઅર્સ છે. વળી, ભારતના વડાપ્રધાન દેશના પહેલા એવા ટ્વીટર એકાઉન્ટ હૉલ્ડર છે, જેમના ફોલોઅર્સની સંખ્યા 82.3 મિલિયનથી વધુ છે. 


ટ્વીટર પર વિરાટ કોહલી સૌથી વધુ ફોલો થનારા ક્રિકેટરોના લિસ્ટમાં પહેલા નંબર પર છે. જ્યારે બીજા નંબર પર બીજા નંબર પર ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંદુલકર છે. તેના ટ્વીટર પર ફોલોઅર્સની સંખ્યા 37.8 મિલિયન છે. આ ઉપરાંત બીજો કોઇ ક્રિકેટર ટ્વીટર પર ફોલો થવાના મામલામાં ટૉપ 100 લિસ્ટમાં સામેલ નથી. આવામાં ક્રિકેટની દુનિયામાં ટ્વીટર પર ભારતનો એકતરફી જલવો છે. 


આ પણ વાંચો........... 


Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા


T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન


ઝિમ્બાબ્વેના આ ખેલાડીને મળ્યો ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ, બેન સ્ટોક્સ અને મિશેલ સેંટનરને પાછળ છોડ્યા


T20 World Cup Team India Squad: ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર થઈ, 4 ગુજરાતીને મળ્યું સ્થાન


Watch: ભારતીય પત્રકારના પ્રશ્ન પર ગુસ્સે થઈ ગયા પાક. ક્રિકેટ બોર્ડ ચીફ, કરી આ શરમજનક હરકત, જુઓ વીડિયો


Asia Cup 2022 ની ચેમ્પિયન શ્રીલંકા પર પૈસાનો વરસાદ, જાણો કયા ખેલાડીને કેટલું મળ્યું ઈનામ