Team India Squad: બીસીસીઆઈ દ્વારા આજે T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર. કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2022 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને જગ્યા મળી છે. તે જ સમયે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની ટીમમાં વાપસી થઈ છે.
આ ખેલાડીઓને રખાયા સ્ટેન્ડબાયઃ
આ સાથે જ બીસીસીઆઈએ 4 ખેલાડીઓને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમમાં લીધા છે. આ સ્ટેન્ડબાય ખેલાડીઓમાં મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવી વિશ્નોઈ અને દીપક ચહરનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા પોતાની ઘૂંટણી ઈજાના કારણે તેનું ઓપરેશન કરાવું પડ્યું હતું. જે બાદ હાલ જાડેજા આરામ પર છે અને તેને ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું.
વર્લ્ડ કપની ટીમમાં ચાર ફાસ્ટ બોલરોને સ્થાન મળ્યું
BCCIએ 2022 T20 વર્લ્ડ કપની ટીમમાં ચાર ફાસ્ટ બોલરોનો સમાવેશ કર્યો છે. તેમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ છે. સાથે જ આ ટીમમાં રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ સ્પિન વિભાગ સંભાળશે.
દિનેશ કાર્તિક અને પંત બંનેને સ્થાન મળ્યું
ઋષભ પંત અને દિનેશ કાર્તિક બંનેને 2022 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય દીપક હુડ્ડા પણ આ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. બીજી તરફ કેએલ રાહુલને વાઇસ કેપ્ટન્સી મળી છે.
આ પણ વાંચો...