Kapil Dev On Team India: અત્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમી રહી છે, ગઇકાલે પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર મેચમાં શાનદાર જીત નોંધાવી છે, જોકે, આ વર્લ્ડકપ માટે પુરતી નથી. ભારતીય ટીમે છેલ્લો વર્લ્ડકપ 2011માં ધોનીની આગેવાનીમાં જીત્યો હતો, હવે ફરી એકવાર વર્લ્ડકપ જીતવા માટે ટીમ ઇન્ડિયા કમર કસી રહી છે, પરંતુ સફળતા હાથ નથી લાગી રહી. આ બધાની વચ્ચે હવે પૂર્વ વર્લ્ડકપ વિનર કેપ્ટન કપિલ દેવે ખાસ સલાહ આપતા મોટુ નિવેદન આપ્યુ છે. કપિલ દેવના મતે ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતવા માટે રોહિત શર્મા કે વિરાટ કોહલી પર વિશ્વાસ રાખીને ના બેસી રહેવુ જોઇએ, તેના માટે યુવાઓને તૈયાર કરવા જરૂરી છે.
કપિલ દેવે વર્લ્ડકપ મિશન પર એક ઇન્ટરવ્યૂમાં વાત કરતાં કહ્યું કે, જો તમે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભરોસે વર્લ્ડકપ મિશન પુરું કરવા માંગશો તો એવુ નહીં થાય. કેમ કે માત્ર એક-બે ખેલાડી વર્લ્ડકપ નથી જીતડતા. કપિલે કહ્યું કે, ટીમના કૉચ, કેપ્ટન અને સિલેક્ટરે કેટલાક કડક નિર્ણયો લેવા પડશે, યુવાઓને તક આપવી પડશે. ટીમમાં મોટા ફેરફારો કરવા પડશે. આપણે વિચારવુ પડશે કે શું આપણી પાસે આવી ટીમ છે, મેચ વિનર ખેલાડીઓ છે. તમારે તમારી ટીમ પર વિશ્વાસ રાખવો પડશે. કપિલે કહ્યું, "જો તમારે વર્લ્ડ કપ જીતવો હોય તો કોચ, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે કેટલાક કઠિન નિર્ણયો લેવા પડશે. અંગત હિતોને બાજુ પર રાખીને ટીમનો વિચાર કરવો પડશે. તમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. વિરાટ, રોહિત કે બે. -ત્રણ ખેલાડીઓ પર વિશ્વાસ કરીશું કે જે આપણને વર્લ્ડ કપ જીતાડશે તો એવું ક્યારેય ન થઈ શકે.
પૂર્વ કેપ્ટને કહ્યું, “હંમેશા કેટલાક એવા ખેલાડીઓ હોય છે જે તમારી ટીમના આધારસ્તંભ બની જાય છે. ટીમ તેની આસપાસ ફરે છે, પરંતુ આપણે આ બાબતને તોડીને ઓછામાં ઓછા પાંચ-છ ખેલાડીઓ તૈયાર કરવા પડશે. એટલા માટે હું કહું છું કે તમે માત્ર વિરાટ અને રોહિત પર નિર્ભર ન રહી શકો. યુવાનોએ આગળ આવીને કહેવાની જરૂર છે કે હવે આપણો સમય છે. કપિલે વધુમાં કહ્યું, “સૌથી સકારાત્મક બાબત એ છે કે વર્લ્ડ કપ ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. આપણાથી વધુ સારા સંજોગો કોઈ જાણતું નથી. રોહિત અને વિરાટ છેલ્લા 8-10 વર્ષથી ભારતના બે સૌથી મહત્વપૂર્ણ ક્રિકેટર છે.