ICC Champions Trophy 2025: આગામી 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફીને લઈને એક સવાલ ઘણા સમયથી ચર્ચામાં હતો. તે સવાલ હતો કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં ? હવે BCCIએ આનો જવાબ આપ્યો છે. બીસીસીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે ચેમ્પિયન્સ ટ્રૉફીનું ફરીથી આયોજન કેવી રીતે થશે ?


સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "આ આઈસીસી ટૂર્નામેન્ટ છે અને બીસીસીઆઈએ આઈસીસીને કહ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. તે આઈસીસી પર નિર્ભર રહેશે કે તે યજમાન દેશને જાણ કરે અને પછી ટૂર્નામેન્ટનું શિડ્યૂલ નક્કી કરો. સામાન્ય રીતે ટૂર્નામેન્ટની શરૂઆતના 100 દિવસ પહેલા શિડ્યૂલની જાહેરાત કરવામાં આવે છે."


હવે પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ પાસે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 'હાઈબ્રિડ મૉડલ'માં યોજવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ વૈશ્વિક ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મૉડલમાં રમાશે.


અન્ય એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન હાઇબ્રિડ મૉડલમાં કરવા તૈયાર નથી. જોકે, પાકિસ્તાનના આ આગ્રહનો કોઈ અર્થ નથી, કારણ કે ICC પણ ભારતને પાકિસ્તાન જવા માટે દબાણ કરી શકે નહીં.


2025ની ચેમ્પિયન્સ ટ્રૉફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. તેની ફાઈનલ મેચ 9 માર્ચના રોજ રમાવાની છે. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં શરૂ થવાની છે, પરંતુ તે હાઇબ્રિડ મૉડલમાં રમાઇ શકાય છે. રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈએ સુરક્ષા કારણોને ટાંકીને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.


પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે તેમના બોર્ડને BCCI તરફથી કોઈ સત્તાવાર સંદેશાવ્યવહાર મળ્યો નથી, પરંતુ મૂળ આયોજક હોવાને કારણે, પાકિસ્તાનને નવીનતમ ઘટનાઓ વિશે જાણ કરવી તે ICCનો વિશેષાધિકાર છે.


આ પણ વાંચો


IND vs SA: બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11