મુંબઇઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે સીરીઝની અંતિમ અને કરો યા મરો ટી20 મેચ છે, પ્રથમ બે મેચમાં બન્ને ટીમોએ બરાબરી કરી છે 1-1ની લીડ બનાવી લીધી છે. બુધવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મેચમાં કેપ્ટન કહોલી મેચ જીતીને સીરીઝ જીતવા પ્રયાસ કરશે, એટલે આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર થઇ શકે છે.

રિપોર્ટ છે કે, આજની મેચમાં કેપ્ટન કોહલી મોટો ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. અહીં સંભવિત પ્લેઇંગ ઇલેવન બતાવવામાં આવી છે. જે પ્રમાણે અય્યરને બહાર બેસાડીને યુવા વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને મોકો આપવામાં આવી શકે છે, જોકે, પંત ટીમમાં રહેશે.



ઉપરાંત વૉશિંગટન સુંદર અને રવિન્દ્ર જાડેજા બન્નેમાંથી એકને બહાર બેસવુ પડી શકે છે, તેની જગ્યાએ મનિષ પાંડેને મોકો મળશે.

બૉલિંગ આક્રમણમાં ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર થશે, દીપક ચાહલની જગ્યાએ મોહમ્મદ શમી અને ચહલની જગ્યાએ કુલદીપ યાદવને મોકો આપવામાં આવી શકે છે.