Edgbaston Test: ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG)ની વચ્ચે બર્મિઘમના એજબેસ્ટૉન ક્રિકેટ ગ્રાઉન્ડ (Edgbaston Cricket Ground) પર ટેસ્ટ મેચ રમાઇ રહી છે. અહીં પહેલી ઇનિંગમાં ભારતે (Team India) 416 રન બનાવ્યા છે. એજબેસ્ટૉનના પાછળના આંકડા પર નજર નાંખીએ તો એ સાર નીકળે છે કે ભારતીય ટીમ અહીં હાર નથી શકતી. ખરેખરમાં એજબેસ્ટૉનમાં આ પહેલા 16 વાર પહેલી ઇનિંગમાં 400+ રન બન્યા છે, અને જે પણ ટીમોએ અહીં પહેલા બેટિંગ કરતા આટલો મોટો સ્કૉર કર્યો છે, તે અહીં ક્યારેય હારી નથી. 


પહેલી ઇનિંગમાં 400+ રન બનાવનારી ટીમોએ અહીં 8 મેચ જીતી છે, જ્યારે 8 મેચ ડ્રૉ થઇ છે. જો આ સિલસિલો ભારત અને ઇંગ્લેન્ડની મેચમાં પણ ચાલુ રહ્યો તો સીરીઝ ભારતના નામે થઇ જશે. ગયા વર્ષે આ સીરીઝની રમાયેલી ચાર મેચમાં ભારતીય ટીમે 2-1 ની લીડ બનાવી લીધી હતી. 


આવો રહ્યો છે અહીંનો રેકોર્ડ -


જુલાઇ 1979માં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 633 રન બનાવીને મેચ જીતી.
જૂન 1971માં પાકિસ્તાની પહેલા ઇનિંગમાં 608 રન બનાવ્યા, મેચ ડ્રૉ રહી. 
જુલાઇ 2003 માં દક્ષિણ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં 594 રન બનાવ્યા, મેચ ડ્રૉ થઇ.
જુલાઇ 2004માં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 566 રન બનાવીને મેચ જીત.
જૂન 1962 માં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 544 રન બનાવીને મેચ જીતી. 
ઓગસ્ટ 2017 માં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 514 રન બનાવીને મેચ જીતી. 
જૂન 1998 માં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 462 રન બનાવ્યા, મેચ ડ્રૉ થઇ. 
જૂન 1992માં પાકિસ્તાને પહેલી ઇનિંગમાં 446 રન બનાવ્યા, મેચ ડ્રૉ થઇ. 
જુલાઇ 1987 માં પાકિસ્તાને પહેલી ઇનિંગમાં 439 રન બનાવ્યા, મેચ ડ્રૉ થઇ. 
જૂન 1984 માં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 438 રન બનાવીને મેચ જીતી. 
જુલાઇ 1990 માં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 435 રન બનાવીને મેચ જીતી. 
મે 1965 માં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 435 રન બનાવીને મેચ જીતી. 
જૂન 2012 માં વેસ્ટ ઇન્ડિઝે પહેલી ઇનિંગમાં 426 રન બનાવ્યા, મેચ ડ્રૉ થઇ. 
જુલાઇ 1989 માં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 424 રન બનાવ્યા, મેચ ડ્રૉ થઇ. 
જુલાઇ 1968માં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 409 રન બનાવ્યા, મેચ ડ્રૉ થઇ. 
ઓગસ્ટ 2005 માં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 407 રન બનાવીને મેચ જીતી. 


આ પણ વાંચો..... 


ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો


India Corona Cases Today: દેશમાં જુલાઈ મહિનામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 16 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ


Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો


Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ


LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત