Roger Federer Announce Retirement: ટેનિસ જગતના બેતાજ બાદશાહ, સ્વીડનના મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે આજે પોતાના ટ્વિટર હેન્ડલથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 31 ગ્રાન્ડ સ્લેમ જીતનાર રોજર ફેડરર છેલ્લા કેટલાક સમયથી સતત ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. આ કારણે તેને ઘણી વખત સર્જરી કરાવવી પડી હતી. 


રોજર પોતાની ઈજા અને સર્જરીને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ટેનિસ કોર્ટ પર પોતાનો જુનો જુસ્સો દેખાડી શક્યો ન હતો. દરમિયાન, હવે રોજરે નિવૃત્તિની જાહેરાત કરી છે. રોજરે નિવૃત્તિ લેતાં કહ્યું છે કે, લંડનમાં એટીપી ઇવેન્ટમાં લેવર કપ (Laver Cup) તેની છેલ્લી ટુર્નામેન્ટ હશે.






ફેડરરે નિવૃત્તિની જાહેરાત કરી


20 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્વીડિશ મહાન રોજર ફેડરરે તેની નિવૃત્તિની જાહેરાત કરતા તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ખાસ નોટ લખી છે, જેમાં તેની 24 વર્ષની લાંબી ટેનિસ કારકિર્દીમાં તેને ટેકો આપનારા ચાહકોનો આભાર માન્યો છે. સાથે જ તેણે પત્ની મિરકાનો પણ આભાર માન્યો હતો. ફેડરરે પોતાની નોટમાં લખ્યું છે કે, "તમે બધા જાણો છો કે છેલ્લા ત્રણ વર્ષમાં મેં મારા જીવનમાં ઈજાઓ અને સર્જરીના રૂપમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે. મેં ફરીથી કોર્ટ પર કમબેક કરવાનો પુરતો પ્રયાસ કર્યો છે. પણ હું મારા શરીરની મર્યાદા પણ જાણું છું."


રોજર ફેડરરે વધુમાં લખ્યું કે, "હું 41 વર્ષનો છું. મેં મારી 24 વર્ષની કારકિર્દીમાં 1500 થી વધુ મેચોમાં ભાગ લીધો છે. ટેનિસે મને મારા સપના કરતાં વધુ આપ્યું છે. પરંતુ હવે મારો ટેનિસમાંથી નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે. આગામી સપ્તાહથી લંડનમાં લેવર કપ મારી કારકિર્દીની અંતિમ એટીપી ઇવેન્ટ હશે. હું ભવિષ્યમાં ચોક્કસપણે ટેનિસ રમીશ પરંતુ ગ્રાન્ડ સ્લેમ કે એટીપી ટૂરમાં નહીં."


આ પણ વાંચો...


T20 WC, IND Vs PAK: ટી20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો થોડી જ મિનીટોમાં વેચાઈ ગઈ, જાણો ICCએ શું કહ્યું