T20 WC, IND Vs PAK: એશિયા કપ બાદ હવે T20 વર્લ્ડ કપ - 2022નું આયોજન થવા જઈ રહ્યું છે. 23 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપ 2022માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કટ્ટર હરીફ પાકિસ્તાન ટકરાવાના છે. ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચની ટિકિટો વેચાઈ ગઈ છે, એમ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ગુરુવારે જણાવ્યું હતું. આઇસીસીએ જણાવ્યું હતું કે, વધારાની સ્ટેન્ડિંગ રૂમની ટિકિટ પણ "વેચાણ શરૂ થયાની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી".


ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને શરૂ થનારી આ મેગા ઈવેન્ટ માટે 5,00,000 થી વધુ ટિકિટો વેચાઈ છે. ભારત અને પાકિસ્તાન તેમની પ્રથમ સુપર 12 મેચમાં આમને-સામને થશે. 


ભારત અને પાકિસ્તાનની મેચનો ક્રેઝ ક્રિકેટ પ્રેમીઓમાં સૌથી વધુ જોવા મળતો હોય છે. એશિયા કપમાં પણ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ થોડી જ વારમાં વેચાઈ ગઈ હતી. ત્યારે હવે ફરીથી ટી20 વર્લ્ડ કપમાં પણ જ્યારે ભારત અને પાકિસ્તાન ટકરાશે તે મેચને જોવા માટે ક્રિકેટ ફેન્સ ખુબ જ ઉત્સાહિત છે. 23 ઓક્ટોમ્બરની આ મેચ માટે ટિકિટ બુકિંગ શરુ થતાં જ ગણતરીની મિનીટોમાં ટિકિટોનું વેચાણ થઈ ગયું હતું. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 તમામ ક્રિકેટ ચાહકોને આવકારવા માટે તૈયાર છે, જેમાં વિવિધ મેચોને જોવા માટે 5,00,000 થી વધુ ચાહકો 1 મહિના પહેલેથી જ ટિકિટ બુક કરી ચુક્યા છે. 


ICCએ જણાવ્યું કે, 82 જુદા જુદા દેશોના ચાહકોએ 16 આંતરરાષ્ટ્રીય ટીમોમાંથી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને જોવા માટે ટિકિટો ખરીદી છે, જે 2020 માં મહિલા T20 વર્લ્ડ કપ પછી પ્રથમ વખત ICC ઇવેન્ટ્સમાં સંપૂર્ણ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ પરત ફરવાનું ચિહ્નિત કરે છે, જે ફાઇનલ માટે 86,174 ચાહકો સાથે પુર્ણ થયું હતું. 


"23 ઓક્ટોબરના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણ થઈ ગયું છે, જેમાં વધારાની સ્ટેન્ડિંગ રૂમની ટિકિટો વેચાણ પર મુકતાની સાથે જ મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. જો કે, હવે આ મેચની પહેલાં નજીક ફરી વખત એક પુનઃ વેચાણ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે, જ્યાં ચાહકો ટિકિટની આપલે કરી શકશે.