T20 World Cup Squads: ઓસ્ટ્રેલિયામાં આગામી મહિનામાં શરૂ થઇ રહેલા ટી20 વર્લ્ડકપ (T20 World Cup)માં 16 ટીમો ભાગ લઇ રહી છે. આ ટીમોને 15 સપ્ટેમ્બર સુધી ICC ને પોત-પોતાની સ્ક્વૉડ (T20 World Cup Squads) વિશે જાણકારી આપી દેવાની હતી. પરંતુ અત્યાર સુધી માત્ર 9 ટીમો જ આમ કરી શકી છે, અને 7 ટીમો હજુ સુધી પોતાની 15 સભ્યોની સ્ક્વૉડને પસંદ નથી કરી શકી. પાકિસ્તાન ટીમ આજે સાંજ સુધો પોતાની સ્ક્વૉડની જાહેરાત કરી દેશે, પરંતુ બાકીની 6 ટીમો વિશે કહેવુ મુશ્કેલ છે. આવામા આશા છે કે, જો આ 6 ટીમો આજે રાત સુધી ટીમ પસંદ નથી કરી શકતી, તો ડેડલાઇન વધારવામાં આવી શકે છે.


આ ટીમોએ કરી દીધી છે પોતાની સ્ક્વૉડની જાહેરાત - 
સૌથી પહેલા યજમાન ઓસ્ટ્રેલિયાએ પોતાન ટી20 સ્ક્વૉડની જાહેરાત કરી દીધી હતી. આ પછી ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ભારત, નામીબિયા, નેધરલેન્ડ્સે પણ પોતાની ટી20 વર્લ્ડકપ સ્ક્વૉડ પસંદ કરી લીધી છે. બુધવારે વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશે અને આજે અફઘાનિસ્તાને પણ પોતાની સ્ક્વૉડની જાહેરાત કરી દીધી છે.


આ સાત ટીમો નથી શોધી શકી યોગ્ય કૉમ્બિનેશન - 
પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, સ્કૉટલેન્ડ, આયરલેન્ડ, અને યુએઇની ટીમો હજુ સુધી ટી20 વર્લ્ડકપ માટે પોતાની પરફેક્ટ 15 ખેલાડીઓના કૉમ્બિનેશનને શોધી નથી શકી. 


ટી20 વર્લ્ડકપ 2022 માટે ક્વૉલિફાય થઇ ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડની ટીમ, જુઓ તમામ 16 ટીમોનુ લિસ્ટ.......
આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ માટે તમામ 16 ટીમો - 


ઓસ્ટ્રેલિયા (હાલનુ ચેમ્પીયન)


2021 આઇસીસીસ પુરુષ ટી20 વર્લ્ડકપમાંથી ટૉપ 11 ટીમો-  અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, નામીબિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સ્કૉટલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ.


ગ્લૉબલ ક્વૉલિફાયર એમાંથી ટૉપ બે ટીમો -
આયરલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાત


ગ્લૉબલ ક્વૉલિફાયર બીમાંથી ટૉપ બે ટીમો - 
નેધરલેન્ડ્સ અને ઝિમ્બાબ્વે 


 


આ પણ વાંચો......... 


ઝિમ્બાબ્વેના આ ખેલાડીને મળ્યો ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ, બેન સ્ટોક્સ અને મિશેલ સેંટનરને પાછળ છોડ્યા


Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા


T20 World Cup 2022: 2007 T20 WC માં રમેલા આ બે ભારતીય ખેલાડી 2022નો પણ ટી20 વર્લ્ડકપ રમશે, જાણો વિગત


Virat: વિરાટ કોહલીએ ટ્વીટર પર બતાવી તાકાત, બની ગયો આ ઉપલબ્ધિ હાંસલ કરનારો પહેલો ક્રિકેટર


T20 WC: કયા દિગ્ગજે રોહિતને વર્લ્ડકપમાં ધોની વાળી કરવા કહ્યું, ટ્વીટ કરીને શું આપી દીધી સલાહ, જાણો


Team India New Jersey: T20 વર્લ્ડ કપમાં નવી જર્સી સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જુઓ વીડિયો