Mohammad Rizwan record: મુલતાનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને (PAK vs ENG, બીજી ટેસ્ટ) એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પાકિસ્તાનની પ્રથમ ઇનિંગમાં રિઝવાન ભલે માત્ર 41 રન બનાવી શક્યો, પરંતુ તેણે એક ખાસ ચમત્કાર કર્યો છે.
પાકિસ્તાની બેટ્સમેન રિઝવાને વર્ષ 2020 બાદ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારો વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આમ કરીને પાકિસ્તાની વિકેટકીપરે ઋષભ પંતને હરાવ્યો છે. તમને જણાવી દઈએ કે રિઝવાને વર્ષ 2020થી અત્યાર સુધી ટેસ્ટમાં કુલ 46 ઇનિંગ્સ રમી છે અને 1692 રન બનાવવામાં સફળ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 43.38 રહી છે.
આ સાથે જ ઋષભ પંત બીજા નંબર પર છે. પંતે અત્યાર સુધી ટેસ્ટમાં 42 ઈનિંગ્સ રમી છે અને પંતની એવરેજ 44.15ની રહી છે. આ મામલે ત્રીજા નંબરે પી. લિટન દાસ છે. બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેને 2020 થી ટેસ્ટમાં 37 ઇનિંગ્સ રમી છે અને આ સમયગાળા દરમિયાન તે 1348 રન બનાવવામાં સફળ રહ્યો છે.
ટેસ્ટ મેચની વાત કરીએ તો રિઝવાને 97 બોલનો સામનો કર્યો અને 41 રન બનાવ્યા. રિઝવાને પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા છે. આ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના નવોદિત બેટ્સમેન કામરાન ગુલામે 118 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારો કામરાન ગુલામ પાકિસ્તાનનો 13મો ખેલાડી છે. વળી, ગુલામ ડેબ્યૂ ટેસ્ટમાં ચોથા નંબર પર સદી ફટકારનારો પાકિસ્તાનનો બીજો અને વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન છે.
બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને ઇનિંગ્સ અને 47 રનથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ પાકિસ્તાની પસંદગીકારોએ મોટો નિર્ણય લીધો અને બાબર આઝમ અને શાહીન આફ્રિદી જેવા દિગ્ગજોને બીજી અને ત્રીજી ટેસ્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે.
આ પણ વાંચો