IND vs NZ Test 2024: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ આજે એટલે કે બુધવારથી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્વની છે. ભારતે હજુ આઠ ટેસ્ટ રમવાની છે અને તેમાંથી પાંચમાં વિજય મેળવવો પડશે, તો જ ટીમ ડબલ્યુટીસી ફાઇનલમાં ક્વૉલિફાય કરી શકશે. કીવી ટીમ કેન વિલિયમ્સન વિના રહેશે.


મોડો ઉછળશે ટૉસ 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરુ ટેસ્ટમાં ટોસમાં વિલંબ થયો છે. વરસાદને કારણે હાલમાં મેદાન કવરથી ઢંકાયેલું છે. હજુ પણ વરસાદ ચાલુ છે. આવી સ્થિતિમાં ટૉસને લઈને હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી. મેચ શરૂ થવામાં વિલંબ પણ થઈ શકે છે.


વરસાદની પુરેપુરી સંભાવના 
બેંગલુરુમાં આજે ભારે વરસાદની સંભાવના છે. હજુ પણ ત્યાં વરસાદ ચાલુ છે. IMDએ ત્યાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. તેના જવાબમાં, કર્ણાટક સરકારે બુધવારે શાળાઓમાં રજા જાહેર કરી છે, જ્યારે ઘણી ટેક કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. બેંગલુરુમાં છેલ્લા કેટલાક દિવસોમાં એટલો બધો વરસાદ થયો છે કે ત્યાંના રસ્તાઓ પર ઘણું પાણી જમા થઈ ગયું છે. પૂર જેવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ દિવસની રમત પર પણ અસર પડી શકે છે. 


Accuweatherના રિપોર્ટ અનુસાર સવારે 90 ટકા ભેજ રહેવાની શક્યતા છે. જો કે, સવારના સમયે વરસાદની બહુ સંભાવના નથી, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધે તેમ ભારે વરસાદ પડી શકે છે. એક્યૂવેધરના અહેવાલ મુજબ, બુધવારે બપોરે બેંગલુરુના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. દિવસભર આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે. વરસાદની સંભાવના 41 ટકા છે.


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ -
બાંગ્લાદેશ સામે સફળ ટેસ્ટ અને T20 સીરીઝ બાદ ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડનો સામનો કરવા માટે તૈયાર છે. આ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારથી બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ પછી ભારતે નવેમ્બરના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે જ્યાં તેણે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝમાં ભાગ લેવાનો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કઠીન પડકાર પહેલા તેની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવા માંગે છે.


ન્યુઝીલેન્ડ સામેની બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન


રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, કેએલ રાહુલ/સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ.    


આ પણ વાંચો 


IND vs NZ 1st Test: વિરાટ કોહલી, કેએલ રાહુલનું કપાશે પત્તુ? બેંગાલુરૂ ટેસ્ટમાં કેવી હશે ટીમ ઇન્ડિયા