નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને જીતી લીધી, આ સાથે ઇતિહાસ પણ રચાઇ ગયો. ઇન્ડિયા માટે આ ખુબ મુશ્કેલ સીરીઝ હતી કેમકે બુમરાહ, અશ્વિન, શમી, જાડેજા સહિતના તેના સ્ટાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત હતા. ઓસ્ટ્રેલિયાન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ભારતની જીતથી ચોંકી ગયો છે. પોન્ટિંગનુ કહેવુ છેકે તેને ખબર નથી પડી રહી કઇ રીતે ભારતની એ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી ગઇ.


રિકી પોન્ટિંગ જોકે સ્વીકાર્યુ છે કે ભારતીય ટીમ બ્રિસ્બેન ટેસ્ટમાં જીતનુ હકદાર હતુ, પૂર્વ કેપ્ટને કહ્યું કે, હું હેરાન છુ કે ઓસ્ટ્રેલિયા આ સીરીઝ ના જીતી શકી. આ ભારતની એ ટીમ હતી અને તેમ છતાં તેમને મેચ જીતી લીધી.



પોન્ટિંગે કહ્યું કે, ભારતીય ટીમ છેલ્લા પાંચ છ અઠવાડિયામાં જે પરિસ્થિતિમાંથી બહાર આવી છે. કેપ્ટન સ્વદેશ પરત ફર્યો, અને ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા, એક મજબૂત ટીમ ન હતી ઉતારી શક્યા. ઓસ્ટ્રેલિયા તો મજબૂત ટીમની સાથે રમી હતી. બસ શરૂઆતમાં ડેવિડ વોર્નર ના રમી શક્યો.

પોન્ટિંગે ભારતને જીતની અસલી હકદાર બતાવી. તેને કહ્યું - આ ભારતની બીજી પસંદ કરેલી ટીમ પણ ન હતી કેમકે આમાં ભુવનેશ્વર કુમાર કે ઇશાન્ત શર્મા પણ હતો. રોહિત શર્મા પણ છેલ્લી બે ટેસ્ટમાં રમ્યો. ભારતે શાનદાર ક્રિકેટ રમી. ટેસ્ટ મેચના તમામ નિર્ણાયલ મોકોઓને ઝડપ્યા. બન્ને ટીમમાં એ જ ફરક હતો. ભારત આ જીતનુ હકદાર હતુ.