ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલીની પેટરનીટિ લીવથી વાપસી થઇ છે જ્યારે કે બોલર ઇશાંત શર્માની ઇજા ઠીક થઇ જતા તે પણ ફરીથી જોડાશે. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ વખતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. સાથે જ ગુજરાતના લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલને પણ સ્થાન અપાયુ છે.



ઇંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝની પહેલી બે મેચો માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે, ચેતન શર્માની આગેવાનીમાં નવી સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ તરત જ આગામી ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે પ્રથમ બે મેચો માટે પ્લેયર્સનું સિલેક્શન કરી લીધું છે.

ઇંગ્લેન્ડ સિરીઝની પહેલી 18 સભ્યો વાળી સ્ક્વોડમાં કેપ્ટ્ન કોહલી, ઇશાંત શર્મા અને હાર્દિક પંડયાની વાપસી થઇ છે અને સાથે જ ઓલરાઉન્ડર અક્ષય પટેલને પણ સામેલ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ ટીમમાં સામેલ કરવાથી બાકાત રાખવામાં આવ્યો છે. સાથે જ ઓપનર પૃથ્વી શૉને પણ જગ્યા નથી મળી.