CSK vs GT Final IPL 2023: IPL 2023ની ફાઇનલ મેચ આજે રમાવાની છે. ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો છે.    મેચ પહેલા જ વરસાદ શરૂ થતા ક્રિકેટપ્રેમીઓ ચિંતામાં મૂકાયા છે.  જો અમદાવાદ શહેરમાં સતત વરસાદ ચાલુ રહેશે તો શું થશે ?  વરસાદના કારણે જો આજે મેચની ઓછામાં ઓછી 5 ઓવર પૂરી ન થઈ શકે તો તેને રિઝર્વ ડે પર રમાડવામાં આવશે. એટલે કે ચેન્નાઈ અને ગુજરાતની ફાઈનલ મેચ જો વરસાદ બંધ ન થાય તો આવતીકાલે એટલે કે  સોમવાર ( may 29) ના દિવસે રમાશે.


અમદાવાદમાં વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે. ક્રિકેટપ્રેમીઓ ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા મેચના ટોસમાં વિલંબ થયો છે. 


IPLએ ફાઈનલ મેચને લઈને અનેક પ્રકારના નિયમો બનાવ્યા છે. જો વરસાદ બંધ થાય તો રમત 9.35 વાગ્યા સુધીમાં શરૂ કરવામાં આવી શકે છે. જોકે તેમ છતાંયે ઓવરમાં કોઈ જ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં. એટલે કે 20 ઓવરની મેચ રમાશે.  પરંતુ જો 9:40 બાદ મેચ શરૂ થાય તો એ સ્થિતિમાં ઓવરો કાપવામાં આવશે. જો વરસાદના કારણે આજે ઓછામાં ઓછી 5 ઓવર ના રમાઈ તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આજે મેચ નહીં રમાય તો આ મેચ આવતીકાલે સોમવારે રમાશે. 


ચેન્નાઇ વિરુદ્ધ ગુજરાત હેડ ટૂ હેડ - 


ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આઈપીએલમાં અત્યાર સુધીમાં ચારવાર આમને-સામને આવી ચૂકી છે, જેમાં ગુજરાત 3 અને ચેન્નાઈએ માત્ર એક જ મેચ જીતી છે. IPL ની 2023ની પ્રથમ લીગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત 5 વિકેટે જીત્યું હતું.


ચેન્નાઇ વિરુદ્ધ પ્લેઓફમાં ગુજરાતની થઇ હતી હાર  - 


બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં 3 લીગ અને 1 પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે, જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફ મેચ જીતવામાં સફળ રહી છે. બંને વચ્ચે 23 મેએ ક્વૉલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રને જીત મેળવી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.


10મી વાર ફાઇનલ રમશે ચેન્નાઇ 


ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની 10મી વાર ફાઈનલ મેચ રમશે. અગાઉ રમાયેલી નવ ફાઈનલ મેચોમાં ચેન્નાઈએ ચારમાં જીત મેળવી છે અને પાંચ ટાઈટલ મેચ હારી છે. બીજીબાજુ પોતાની બીજી સિઝન રમી રહેલી ગુજરાતની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. અગાઉ IPL 2022ની ફાઇનલમાં ગુજરાતે વિજય મેળવીને ટાઈટલ જીત્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત અને ચેન્નાઈમાં આ વખતે કઈ ટીમ જીતે છે.