Shivam Dube Asian Games 2023 Team India: BCCI એ એશિયન ગેમ્સ 2023 માટે ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમમાં ઘણા નવા ખેલાડીઓને તક મળી છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટનું ફોર્મેટ T20 હશે. આ કારણથી આઈપીએલ અને ડોમેસ્ટિક મેચોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આમાં શિવમ દુબેનું નામ પણ સામેલ છે. શિવમે છેલ્લી IPL સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તે ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો.


IPL 2023માં સૌથી વધુ સિક્સના મામલે હતો નંબર 2 પર


IPL 2023માં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે શિવમ દુબે બીજા નંબર પર હતો. તેણે 35 સિક્સર ફટકારી હતી. શિવમે 16 મેચની 14 ઇનિંગ્સમાં 418 રન બનાવ્યા હતા. આ દરમિયાન 3 અડધી સદી ફટકારી હતી. તેણે ભારત માટે 13 T20 મેચ પણ રમી છે. જેમાં 105 રન બનાવ્યા હતા. તેણે ભારત માટે એક વનડે મેચ પણ રમી છે. તેણે તમામ 106 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 1913 રન બનાવ્યા છે.


ચેન્નાઈ સુપર કિંગ્સે અનોખી રીતે પાઠવ્યા અભિનંદન


ચેન્નાઈ સુપર કિંગ્સે શિવમને ટીમ ઈન્ડિયામાં સામેલ થવા પર ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે. ટીમે શિવમનો ફોટો ટ્વfટ કર્યો છે. CSKએ કેપ્શન લખ્યું, "શિવમ દુબે રીલોડિંગ ઇન બ્લુ સન". હજારો લોકોએ ટ્વિટને લાઈક કર્યું છે. જ્યારે ઘણા ચાહકોએ કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી હતી.






ક્યારે રમ્યો હતો ભારત તરફથી અંતિમ મેચ


શિવમે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ ટી20 મેચ રમી હતી. આ પછી, છેલ્લી મેચ ફેબ્રુઆરી 2020 માં રમ્યો હતો. તે 2020 પછી ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નથી. પરંતુ હવે એશિયન ગેમ્સ માટે ટીમમાં પસંદગી પામી છે. શિવમે ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. આ તેની અત્યાર સુધીની પ્રથમ અને છેલ્લી વન-ડે મેચ હતી.


એશિયન ગેમ્સ માટે જાહેર થયેલી ભારતીય ક્રિકેટ ટીમ