ખાસ વાત છે કે વીવો આઇપીએલ સ્પૉન્સર તરીકે રહેવા માટે બીસીસીઆઇને 440 કરોડ પ્રતિવર્ષ ચૂકવે છે. વીવો અનુસાર હાલ આર્થિક તંગીના કારણે આ ડીલ એક-બે વર્ષ માટે ટાળી દેવામાં આવે તે 880 કરોડ રૂપિયાની બચત થઇ શકે છે, આ રકમ હાલના સમયે આપવી આસાન નથી. વીવોએ કહ્યું કે, અમારો કૉન્ટ્રાક્ટ સમર આઇપીએલ માટે હતો, ના કે વિન્ટર આઇપીએલ માટે. આ કારણે વીવોએ આઇપીએલની સ્પૉન્સરશીપ પાછી ખેંચી લીધી છે. એટલે કે વીવો ભારત-ચીન સંઘર્ષ કે ક્રિકેટ ચાહકોના આક્રોશના કારણે IPLમાંથી નથી ખસી, પરંતુ પોતાની ડીલ પ્રમાણે ખસી ગઇ છે.
આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે જ્યારે વીવો સ્પૉન્સરશીપ રિટેન કરવાની વાત કહી હતી, ત્યારબાદ સોશ્યલ મીડિયામાં 48 કલાકની અંદર લોકોએ બીસીસીઆઇને આડેહાથે લીધી હતી. વીવોની સ્પૉન્સરશીપ પાછી ખેંચાવવા પાછળ રાજકીય ઉથલપાથલ નથી. સુત્રો અનુસાર કંપની આગામી એટલે કે 2021માં સ્પૉન્સર રહેશે જે ડીલ 2023 સુધી ચાલશે. આ વર્ષ માટે નવા સ્પૉન્સરની જાહેરાત જલ્દી કરવામાં આવશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી યુએઈમાં થશે. ટુર્નામેન્ટની ફાઈનલ 10 નવેમ્બરે રમાશે. પ્રથમ વખત ફાઇનલ વીકેન્ડના બદલે વીક ડેમાં રમાશે. આઈપીએલની 13મી સીઝનની શરૂઆત 29 માર્ચના રોજ વિતેલા વર્ષે ચેમ્પિયન બનેલ મુંબઈ ઇન્ડિયન્સ અને રનરઅપ ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચેની મેચથી થવાની હતી પરંતુ કોરોનાના કહેરની વચ્ચે લીગને અનિશ્ચિત સમય માટે ટાળવામાં આવી હતી.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન 53 દિવસ સુધી ચાલશે અને આ દરમિયાન 60 મેચ રમાસે. ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 13મી સીઝનમાં 10 ડબલ હેડર મેચ હશે. મેચની શરૂઆત ભારતીય સમયનુસાર 7.30 કલાકે થશે. ડબલ હેડર મેચવાળા દિવસે એક મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે.