નવી દિલ્હીઃ ભારતે ચીનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ચાલુ વર્ષે IPLમાં VIVO સ્પોન્સર નહીં કરે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં ચાઈનીઝ સ્પોન્સર જાળવી રાખવાનો ચારે બાજુથી વિરોધ થતો હતો.  જે બાદ હવે આઈપીએલ 2020માં વીવો સ્પોન્સર નહીં હોય તેમ સૂત્રોએ જણાવ્યું છે.

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે ટૂર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર તરીકે ચીની કંપનીઓને જાળવી રાખવાનો ફેંસલો કર્યો હતો. ભારત અને ચીન વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે ચીઈનીઝ કંપનીઓનો દેશમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી યુએઈમાં થશે. ટુર્નામેન્ટની ફાઈનલ 10 નવેમ્બરે રમાશે. પ્રથમ વખત ફાઇનલ વીકેન્ડના બદલે વીક ડેમાં રમાશે. આઈપીએલની 13મી સીઝનની શરૂઆત 29 માર્ચના રોજ વિતેલા વર્ષે ચેમ્પિયન બનેલ મુંબઈ ઇન્ડિયન્સ અને રનરઅપ ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચેની મેચથી થવાની હતી પરંતુ કોરોનાના કહેરની વચ્ચે લીગને અનિશ્ચિત સમય માટે ટાળવામાં આવી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન 53 દિવસ સુધી ચાલશે અને આ દરમિયાન 60 મેચ રમાસે. ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 13મી સીઝનમાં 10 ડબલ હેડર મેચ હશે. મેચની શરૂઆત ભારતીય સમયનુસાર 7.30 કલાકે થશે. ડબલ હેડર મેચવાળા દિવસે એક મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે.

રામ મંદિર ભૂમિ પૂજનઃ  આ દિગ્ગજ હસ્તીઓ નહીં થાય કાર્યક્રમમાં સામેલ, જાણો વિગત

રાજસ્થાનઃ બળવાખોર ધારાસભ્યોની કોંગ્રેસમાં વાપસી માટે પાર્ટીએ શું રાખી શરત ? જાણો વિગત