દીપક ચહર આ વખતે IPL રમી શકશે કે નહીં તેનો નિર્ણય એક-બે દિવસમાં લેવામાં આવશે. ચેન્નાઈ સુપરકિંગ ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાશી વિશ્વનાથને એક સ્પોર્ટ્સ વેબસાઈટ સાથે વાત કરતા આ નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે, દીપક ચહર ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની સીમિત ઓવરોની શ્રેણી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.
દીપક ચહરને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે 6 થી 8 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. દીપક ચાહર IPLની આ વર્ષની આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે. દીપકને ઓછામાં ઓછું IPLના પ્રથમ તબક્કા સુધી બહાર બેસવું જ પડશે.
NCAના રિપોર્ટની રાહઃ
ફ્રેન્ચાઈઝીના સીઈઓ વિશ્વનાથન કહે છે, 'અમે હજુ પણ દીપક ચહરની ઈજાને લઈને NCAના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. અમને આશા છે કે, દીપક ચહર ટૂંક સમયમાં CSKમાં જોડાશે. અમે અત્યારે દીપક ચાહરની જગ્યાએ અન્ય ખેલાડીને રિપ્લેસ કરવાનું નથી વિચાર્યુ. એક-બે દિવસમાં NCA ચહરની ઈજાને લઈને સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરશે.
NCAનો ફિટનેસ ટેસ્ટઃ
તમને જણાવી દઈએ કે, તમામ ભારતીય ક્રિકેટરોને NCAમાં ઘણા પ્રકારના ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે, ત્યારે જ તેમને કોઈપણ ટૂર્નામેન્ટમાં રમવા માટે પરવાનગી મળે છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓએ અહીં ખાસ રિહેબ પ્રોગ્રામમાં હાજરી આપવી પડે છે.
નોંધનીય છે કે, આ વખતે દીપક ચહરને મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડમાં ખરીદ્યો હતો. દીપક ચહર અગાઉ પણ IPLમાં CSK તરફથી રમતો હતા.
આ પણ વાંચોઃ