BCCI Polls 2022: બીસીસીઆઈએ ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ચૂંટણીની સાથે સાથે વાર્ષિક સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવશે. BCCI પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત તમામ પદો માટે 18 ઓક્ટોબરે ચૂંટણી યોજશે. તમને જણાવી દઈએ કે, સૌરવ ગાંગુલી હાલમાં બીસીસીઆઈના પ્રમુખ છે. જ્યારે જય શાહ સેક્રેટરી પદે છે. આ બંનેનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે. ત્યારે આ ચૂંટણી પહેલાં મોટું અપડેટ સામે આવ્યું છે.


તમામ ઉમેદવાર બિન હરીફ ચૂંટાશેઃ રાજીવ શુક્લા


બીસીસીઆઈના ઉપાધ્યક્ષ (BCCI VP) રાજીવ શુક્લાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, "મેં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ સાથે જ પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીએ અધ્યક્ષ પદ માટે, વર્તમાન સેક્રેટરી જય શાહે બીસીસીઆઈના સેક્રેટરી પદ માટે અને  ટ્રેઝરના પદ માટે આશિષ શેલારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અત્યાર સુધીમાં સ્થિતિ એવી છે કે, આ તમામ પદો પર અત્યાર સુધીમાં આ તમામ પદો પર અન્ય કોઈ વ્યક્તિએ ઉમેદવારી નોધાવી નથી જેથી ફોર્મ ભરનાર તમામ લોકો બિન હરીફ ચૂંટાઈ જશે."






સેક્રેટરી પદે જય શાહ જ રહેશેઃ


આમ, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પોતાની સાથે-સાથે બીસીસીઆઈના સેક્રેટરી તરીકે જય શાહની બિન હરીફ વરણી થવાના સંકેત આપી દીધા છે. જેથી 18 ઓક્ટોબરે યોજાનારી સામાન્ય સભામાં (AGM) જય શાહની સેક્રેટરી પદે વરણી કરવાની સત્તાવાર જાહેરાત થશે. આ સાથે-સાથે પૂર્વ ક્રિકેટર રોજર બિન્ની વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની જગ્યાએ પ્રમુખ પદ સંભાળશે. 


આ પણ વાંચો....


IND vs SA 3rd ODI: ભારતે સાઉથ આફ્રિકા સામે તોડ્યો 23 વર્ષ જૂનો મોટો રેકોર્ડ, જાણો ટોપ-4 ઓછા સ્કોર


HBD Hardik: ડેબ્યૂ મેચમાં જ કેપ્ટન કૂલે ખખડાવ્યો હતો હાર્દિકને, પરંતુ અત્યારે બની ગયો છે ટીમ ઇન્ડિયાનો ચેમ્પીયન ખેલાડી, જાણો