આમ તો વીવો દર વર્ષે સ્પોન્સર તરીકે રૂ.440 કરોડ આપે છે, પરંતુ આ વર્ષે સ્પૉન્સરમાથી ખસી જતા બીસીસીઆઇને ખોટ ગઇ છે. નવા ટાઈટલ સ્પોન્સરની રેસમાં હાલ બાયઝુ, એમેઝોન, રિલાયન્સ જિયો અને કોકાકોલા ઈન્ડિયા આગળ છે. પરંતુ વાત એમ છેકે, કોરોનાના કારણે અત્યાર દરેક કંપનીઓ આર્થિક મંદીમાં સપડાયેલી છે. આથી નવા કરારમાં બોર્ડને 440 કરોડ મળવા મુશ્કેલ છે.
બાયજુ ટીમ ઈન્ડિયાની પહેલાથી જ સ્પોન્સર છે. થોડા દિવસો અગાઉ કંપનીએ વિવિધ રોકાણકારો પાસેથી રૂ.3700 કરોડ મેળવ્યા છે. બાયજુના અધિકારીએ કહ્યું કે, કંપનીએ ડીલ માટે રૂ.300 કરોડ રાખ્યા છે. કોકાકોલા ઈન્ડિયાએ કહ્યું કે, અમે ક્રિકેટમાં સતત રોકાણ કરતા રહેવા માગીએ છીએ. કોઈ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
બોર્ડ એક બાજુ વીવોના સ્થાને બીજો સ્પોન્સર શોધી રહ્યું છે, બીજી તરફ અનેક ફ્રેન્ચાઈઝીએ પોત-પોતાની માગ મુકી છે. એક ફ્રેન્ચાઈઝી ગેટ મનીથી થનારા નુકસાનની ભરપાઈ ઈચ્છે છે, કેમ કે આ વખતે મેચ ફેન્સ વગર થવાની છે. બીજા એક ફ્રેન્ચાઈઝી વીવોના ખસ્યા પછી બોર્ડ પાસેથી પૈસા માગ્યા છે. દરેક ફ્રેન્ચાઈઝીને સ્પોન્સર તરફથી લગભગ રૂ.20-20 કરોડ મળતા હતા.