IPL 2022 Auction- ઇન્ડિયન પ્રીમિયર લીગની આજે ઓક્શન બેંગ્લુરુ ખાતે ચાલી રહી છે. આમાં ભારતીય ખેલાડીઓ અને તેમાં પણ યુવાઓ બાજી મારી રહ્યાં છે. દરેક ફ્રેન્ચાઇઝીઓ યુવા ક્રિકેટરોને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઉંચી બોલી લગાવવા લાગ્યા છે. આ કડીમાં મુંબઇ ઇન્ડિયન્સે 15.25 કરોડની બોલી લગાવીને ઇશાન કિશનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ખાસ વાત છે કે આ બોલી આ આઇપીએલની સૌથી ઉંચી બોલી પણ બની છે. જાણો અત્યાર સુધી આઇપીએલ ઇતિહાસમાં મોંઘા વેચાયેલા કયા કયા ખેલાડીઓ આ લિસ્ટમાં સામેલ થયા છે. 


IPL હરાજીમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીઓ- 
16.25 કરોડ - ક્રિસ મૉરિસ 
16.00 કરોડ - યુવરાજ સિંહ 
15.50 કરોડ - પેટ કમિન્સ 
15.25 કરોડ - ઇશાન કિશન*
15.00 કરોડ - કાઇલી જેમીસન 


ઇશાન કિશનને મુંબઇએ 15.25 કરોડમાં ખરીદ્યો- 
ઇશાન કિશાન પર મુંબઇ ઇન્ડિયન્સે ધનવર્ષા કરતા 15.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ આઇપીએલ હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સની સૌથી મોટી બોલી છે. આના પહેલા તેને 2011માં રોહિત શર્માને 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 


શું છે પ્રથમ દિવસની વિશેષતા 
હરાજીમાં પ્રથમ દિવસે 10 માર્કી પ્લેયર્સ અને 151 અન્ય પ્લેયર્સ હરાજીમાં મુકાશે. ખેલાડીઓને તેમના કૌશલ્ય પ્રમાણે અલગ-અલગ સેટમાં ગોઠવવામાં આવ્યા છે. માર્કી પ્લેયર્સના સેટની સાથે અન્ય 62 ખેલાડીઓનો સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. આ ખેલાડીઓને બેટ્સમેન, બોલર, ઓલરાઉન્ડર, વિકેટકિપર વગેરે જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.


બેંગલુરુમાં આજે મેગા ઓક્શન
IPL 2022 મેગા ઓક્શન: IPLની આગામી સિઝન પહેલા બેંગલુરુમાં આજે મેગા ઓક્શન યોજાવાની છે. આ વખતે લીગમાં 10 ટીમો છે અને 590 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી છે. મેગા ઓક્શન અગાઉ જાણી લો કઇ ટીમ પાસે કેટલા કરોડ રૂપિયા વધ્યા છે.


2  કરોડની કેટેગરીમાં કેટલા ક્રિકેટર ?
IPL 2022ની મેગા ઓક્શનમાં જે 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.જેમાં કુલ 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ હશે. રૂ. 2 કરોડ સૌથી વધુ અનામત કિંમત છે અને 48 ખેલાડીઓએ આ કેટેગરીમાં પોતાને સ્થાન આપવાનું પસંદ કર્યું છે. તેમાંથી 228 કેપ્ડ છે અને 355 અનકેપ્ડ છે. કેપ્ડ એટલે કે તેઓ ભારત અથવા અન્ય કોઈ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે. અનકેપ્ડ ખેલાડીઓનો અર્થ એ છે કે તેઓ ભારત અથવા અન્ય કોઈ દેશમાં સ્થાનિક ક્રિકેટ અથવા લીગ ક્રિકેટ રમ્યા છે, પરંતુ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી. એસોસિયેટ નેશન્સમાંથી 7 ખેલાડીઓ પણ છે, જેમની મેગા ઓક્શનમાં બોલી લગાવવામાં આવનાર છે.


કયા દેશના કેટલા ખેલાડીઓ હરાજીમાં લેશે ભાગ
અફઘાનિસ્તાનના 17,ઓસ્ટ્રેલિયાના 47, બાંગ્લાદેશના 5, ઈંગ્લેન્ડના 24, આયર્લેન્ડના 5, ન્યૂઝીલેન્ડના 24, સાઉથ આફ્રિકાના 33, શ્રીલંકાના 23, વેસ્ટ ઈન્ડિઝના 34, ઝીમ્બાબ્વેના એક, નામીબિયાના ત્રણ,  નેપાળના એક, સ્કોટલેન્ડના એક અને યુએસએના એક ખેલાડી હરાજીમાં ભાગ લેશે.