Womens T20 World Cup 2023, IND vs PAK: મહિલા T20 વર્લ્ડ કપ 2023 આજથી શરૂ થશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાશે. તે જ સમયે, ભારતીય ટીમ તેની પ્રથમ મેચ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 12 ફેબ્રુઆરીએ ન્યૂલેન્ડ્સ  કેપટાઉનમાં રમશે. આ મેચમાં બંને વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. આ મેચમાં આ પાંચ ખેલાડીઓના પ્રદર્શન પર તમામની નજર ટકેલી રહેશે.


1 સ્મૃતિ મંધાના (ભારત)


મહિલા ભારતીય ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના પાકિસ્તાન સામે રમતા સમયે મહત્વની ભૂમિકા ભજવશે. મંધાના ટીમની મુખ્ય બેટ્સમેન છે. તેણીએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 112 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણીએ 27.32ની સરેરાશ અને 123.13ની સ્ટ્રાઈક રેટથી કુલ 2651 રન બનાવ્યા છે.


2 શેફલી વર્મા (ભારત)



ટીમ ઈન્ડિયાની યુવા ઓપનર શેફાલી વર્માએ તાજેતરમાં જ તેની કેપ્ટન્સીમાં મહિલા અંડર-19 વર્લ્ડ કપ 2023 જીત્યો હતો. અંડર-19 વર્લ્ડ કપમાં તેણે 7 મેચમાં બેટિંગ કરતા 193.26ના સ્ટ્રાઈક રેટથી 172 રન બનાવ્યા હતા. તમામની નજર પાકિસ્તાન સામેની મેચમાં શેફાલી વર્માના પ્રદર્શન પર રહેશે.


3 નિદા ડાર (પાકિસ્તાન)


પાકિસ્તાનની બોલિંગ ઓલરાઉન્ડર નિદા ડાર પણ ઝડપી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. નિદા ટીમની સિનિયર ખેલાડીઓમાંથી એક છે. તેણે પોતાની ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 126 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આમાં બોલિંગ દરમિયાન તેણે 121 વિકેટ ઝડપી છે. આ સાથે જ બેટિંગમાં 1616 રન બનાવ્યા છે.


4 ઋચા ઘોષ (ભારત)


ભારતીય ટીમની યુવા વિકેટકીપર ઋચા ઘોષમાં  એક ક્ષણમાં મેચને  પલટાવી શકે તેવી ક્ષમતા છે.  ઘોષમાં ઝડપથી બેટિંગ કરવાની ક્ષમતા છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 30 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 134.27ના સ્ટ્રાઈક રેટથી 427 રન બનાવ્યા છે.


5 બિસ્માહ મારૂફ (પાકિસ્તાન)


પાકિસ્તાનના સુકાની બિસ્માહ મારુફે તેની ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 129 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આમાં બેટિંગ કરતી વખતે તેણે 26.66ની એવરેજ અને 90.87ની સ્ટ્રાઈક રેટથી 2650 રન બનાવ્યા છે. આમાં તેનો હાઈ સ્કોર 70* રન રહ્યો છે.  


ભારત-પાક હેડ ટુ હેટ


મહિલા ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 10 મેચ જીતી છે. જ્યારે પાકિસ્તાન માત્ર ત્રણ મેચ જીત્યું છે. આવી સ્થિતિમાં આ મેચમાં પણ ભારતની જીતની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે.


પિચ રિપોર્ટ


ન્યૂલેન્ડ્સની પિચ બેટ્સમેનો માટે સારી હોવાની અપેક્ષા છે.   અહીં હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા રાખી શકાય નહીં કારણ કે જેમ જેમ રમત આગળ વધે છે તેમ પિચ બોલરો માટે મદદરૂપ સાબિત થવા લાગે છે. અહીં જીતની ટકાવારી પાછળથી બેટિંગ કરનાર ટીમ માટે વધુ સારી છે.