નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં જે ખેલાડીઓ પર મોટા દાવ લગાવવામાં આવ્યા હતા, હવે તે જ ખેલાડીઓ આ આઇપીએલમાં યોગ્ય રીતે પરફોર્મન્સ નથી કરી રહ્યાં, આવે કેટલાક ખેલાડીઓ છે જે તેમની કિંમત પ્રમાણે એકદમ ફ્લૉપ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આઇપીએલ હરાજી દરમિયાન જે ખેલાડીઓ કરોડોમાં વેચાયા બાદ ચર્ચામાં રહ્યાં, જેમને ઉંચી કિમત મળી છે, તે તમામ ખેલાડીઓનો અનુભવ ફ્રેન્ચાઇઝીઓ માટે ખરાબ રહ્યો છે.


કોલકત્તાએ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને 15.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, આ સાથે તે આઇપીએલમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો.જોકે, આ વખતે આઇપીએલમાં ફ્લૉપ રહ્યો છે, તેને 10 મેચમાં માત્ર 3 જ વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયાનો બીજો ખેલાડી ગ્લેન મેક્સવેલ આ લિસ્ટમાં સામેલ છે. કિંગ્સ ઇલેવન પંજાબે મેક્સવેલને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આ વખતે નથી તેનુ બેટ ચાલ્યુ કે નથી બૉલિંગમાં સારુ પ્રદર્શન કરી શક્યો.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે ક્રિસ મોરિસને પણ 10 કરોડ રૂપિયાનો દાવો લગાવ્યો હતો, પરંતુ તે પણ કંઇક ખાસ કરી શક્યો નથી. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝનો શિમરૉન હેટમાયર પણ સારી રીતે બેટિંગ નથી કરી શક્યો.

આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વધુ એક બૉલરનુ નામ સામેલ છે, નાથન કુલ્ટર નાઇલ. કુલ્ટર નાઇલને મુંબઇ ઇન્ડિયન્સે 8 કરોડમાં ખરીદ્યો છે, પરંતુ તે કંઇક ખાસ નથી કરી શક્યો, કુલ્ટર નાઇલ આગળની સાત મેચો ન હતો રમ્યો અને છેલ્લી બે મેચોથી રમી રહ્યાં છે.