Rohit Sharma & Virat Kohli: ભારતીય ટીમે પ્રથમ વૉર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાની હરાવી દીધુ છે, અને હવે આજે બીજી વૉર્મ-અપ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાશે. આગામી 23 ઓક્ટોબરથી ભારતીય ટીમની ટી20 વર્લ્ડકપની સફર શરૂ થશે, જેમાં પ્રથમ મેચ કટ્ટર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાની સામે રમશે. બન્ને ટીમો વચ્ચે આ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ગ્રાઉન્ડમાં રમાશે. પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ ખબર સામે આવી છે, જે પ્રમાણે ત્રણ ભારતીય દિગ્ગજોનો આ છેલ્લો વર્લ્ડકપ બની શકે છે. રિપોર્ટ પ્રમાણે ત્રણ ખેલાડીઓ એવા છે જે છેલ્લીવાર ટી20 ક્રિકેટની જર્સીમાં દેખાશે, ત્યારબાદ ક્યારેય ટી20 ફોર્મેટ નહીં રમે. જાણો કોણ કોણ છે લિસ્ટમાં...... 


રોહિત શર્મા - 
ભારતીય કેપ્ટનો રોહિત શર્મા ટી20 ફોર્મેટમાં રન બનાવવાના મામલામાં સંઘર્ષ કરી રહ્યો છે, સાથે જ ભારતીય કેપ્ટન કેટલીય વાર ઇજાના કારણે બહાર પણ થયો છે. ખરેખરમાં, રોહિત શર્મા જે રીતેનો બેટ્સમેન ગણાય છે, તે લાંબા સમય સુધી તેનો અંદાજ નથી દેખાયો. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, આ ટી20 વર્લ્ડકપ 2022 બાદ રોહિત શર્મા ભારત માટે ટી20 ફોર્મેટ નહીં રમતો દેખાય. કેમ કે વનડે વર્લ્ડકપ 2023માં હવે માત્ર 1 વર્ષનો સમય બચ્યો છે. હાલના સમયમાં કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આગામી વનડે વર્લ્ડકપ પર ફોકસ કરવા માટે રોહિત શર્મા ટી20 ક્રિકેટને બાય બાય કરી શકે છે. 


વિરાટ કોહલી - 
પૂર્વ ભારતીય કેપ્ટન લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે, જોકે હવે વિરાટ કોહલીએ થોડા અંશે જુની લય મેળવી લીધી છે. એશિયા કપ 2022માં તેને સારી બેટિંગ કરી હતી. તેને અફઘાનિસ્તાન સામે પોતાની પ્રથમ ટી20 સદી પણ ફટકારી હતી. પરંતુ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આશા પ્રમાણે નથી રમી રહ્યો, આનાથી માનવામાં આવી રહ્યું છે કે, તે હવે ટી20 ફોર્મેટમાંથી બહાર થશે. રિપોર્ટ છે કે, ટી20 વર્લ્ડકપ 2022 બાદ વિરાટ કોહલી ટી20 ફોર્મેટમાં નહીં દેખાય. તેનુ ધ્યાન પણ આગામી વનડે વર્લ્ડકપ 2023માં રહેવાનુ છે. 


દિનેશ કાર્તિક - 
ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે આઇપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં લાંબા સમય બાદ વાપસી કરી છે. હાલ તે ભારતીય ટીમ માટે ટી20માં ફિનિશર બની ચૂક્યો છે, પરંતુ એક રિપોર્ટ પ્રમાણે તે ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડકપ બાદ ટી20માંથી બહાર થઇ જશે. હાલ તેની ઉંમર 37 વર્ષની થઇ ચૂકી છે. પસંદગીકારો કદાચ તેને ઉંમરના કારણે બહાર કરી શકે છે. ખાસ વાત છે કે, દિનેશ કાર્તિક ટી20 વર્લ્ડકપ 2007, જે વર્લ્ડકપ વિનિંગ ટીમ હતી તેનો પણ ભાગ રહી ચૂક્યો છે.