Virat Kohli Replacement: વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા જોવાની રાહ જોઈ રહેલા ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. BCCI એ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ કોહલીના સ્થાને ખેલાડીને લેવા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જાણો કયા ખેલાડીઓ મજબૂત દાવેદાર છે.
વિરાટ કોહલી IPL 2026માં રમી રહ્યો હતો. તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત ટાઈટલ જીત્યું હતું. કોહલીનું વ્યક્તિગત પ્રદર્શન પણ પ્રભાવશાળી હતું, તેણે 675 રન બનાવ્યા અને ફાઇનલમાં 75 રનની મેચ-વિનિંગ ઇનિંગ રમી હતી. ફાઇનલમાં બેટિંગ કરતી વખતે તે હેમસ્ટ્રિંગની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યો હતો, જેના કારણે મેચ ઘણી વખત રોકવી પડી અને ફિઝિયોને સારવાર આપવા માટે મેદાન પર આવવું પડ્યું. જોકે, તે અંત સુધી ટકી રહ્યો, વિજયી રન બનાવ્યો. જોકે, તેની ઈજા ગંભીર છે અને તે અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ શકે છે.
BCCIના એક સૂત્રએ PTIને પુષ્ટી કરી હતી કે કોહલી આ શ્રેણીમાં રમી શકશે નહીં.
આ પણ વાંચોઃ કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોહલીનો વિકલ્પ કોણ હશે?
વિરાટ કોહલીની બહાર હોવાથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેનો વિકલ્પ કોણ હશે. આ સ્થાન માટે ચાર નામો પર વિચારણા થઈ રહી છે. રાજસ્થાન રોયલ્સનો ઓપનર યશસ્વી જયસ્વાલ સૌથી આગળ છે. રુતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિક્કલ અને તિલક વર્મા પણ સંભવિત વિકલ્પો છે. જયસ્વાલની વાત કરીએ તો તેને ભારતની છેલ્લી વન-ડે સીરિઝમાં સામેલ કરવામાં આવ્યો હતો, જોકે તે અંતિમ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે ગાયકવાડની પસંદગી કરવામાં આવી હતી. વિરાટ કોહલીના સ્થાને કોની પસંદગી થશે તે જોવાનું બાકી છે.
ભારતની વન-ડે ટીમ
શુભમન ગિલ, રોહિત શર્મા*, શ્રેયસ ઐયર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા*, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનુર બરાર, હર્ષ દુબે.
