મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં બૉલિંગ કૉચ શેન બૉન્ડે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બૉલ્ટને અગાઉની મેચમાં રમાડ્યા નહતા, બૉન્ડે જણાવ્યુ કે, મુંબઇ પહેલાથી ક્વૉલિફાઇ કરી ચૂકી હતી, એટલા માટે હૈદરાબાદ વિરુદ્ધ બુમરાહ અને બૉલ્ટને આરામ આપવામાં આવ્યો હતો, હવે મુંબઇ આ બન્ને સ્ટારને આજે ફરીથી ટીમમાં સામેલ કરવાની છે.
આ ઉપરાંત ખાસ વાત છે કે આજની મેચમાં મુંબઇ પોતાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ફરી એકવાર રમાડશે. બોન્ડે કહ્યું કે, આઇપીએલમાં મેચો ઘણી ઝડપથી થાય છે, અમે પહેલાથી જ પ્લેઓફ માટે ક્વૉલિફાઇ કરી ચૂક્યા છે, આવામાં કેટલાક ખેલાડીઓને આરામ આપવો બોનસ છે. હવે આરામ અપાયેલા હાર્દિક પંડ્યાને આજની મેચમાં ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવશે.