Tilak Varma Century IND vs SA: તિલક વર્માએ દક્ષિણ આફ્રિકા સામે વિસ્ફોટક પ્રદર્શન કર્યું અને સતત બીજી સદી ફટકારી. ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરતા તિલકે ટી20 સિરીઝની ચોથી મેચમાં સદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. તિલકની સાથે સંજુ સેમસને પણ સદી ફટકારી હતી. તિલકે આ મેચમાં રોહિત શર્માનો ખાસ રેકોર્ડ તોડ્યો હતો.
ટીમ ઈન્ડિયા માટે તિલક ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 47 બોલનો સામનો કરીને અણનમ 120 રન બનાવ્યા હતા. તિલકે આ ઇનિંગમાં 10 સિક્સર અને 9 ફોર ફટકારી હતી. તેની સાથે સેમસને પણ સદી ફટકારી હતી. સેમસને અણનમ 109 રન બનાવ્યા હતા. બંનેની સદીની મદદથી ભારતે 283 રન બનાવ્યા હતા.
તિલક વર્માએ રોહિતનો રેકોર્ડ તોડ્યો
તિલકે રોહિતનો ખાસ રેકોર્ડ તોડ્યો. તેણે ભારત માટે સૌથી મોટો T20 સ્કોર બનાવવાના મામલે રોહિતને પાછળ છોડી દીધો છે. તિલકે આ મેચમાં અણનમ 120 રન બનાવ્યા છે. જ્યારે રોહિતનો સર્વોચ્ચ સ્કોર 118 રન છે. તેણે 2017માં શ્રીલંકા સામે સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20 સ્કોર બનાવવાનો રેકોર્ડ શુભમન ગિલના નામે છે. ગિલે 2023માં અણનમ 126 રન બનાવ્યા હતા.
તિલકના નામે નોંધાયો સિક્સરનો રેકોર્ડ
તિલકે રોહિત અને સેમસનના ખાસ રેકોર્ડની બરાબરી કરી છે. ટી-20 ઈન્ટરનેશનલ ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે તિલક આ બંનેની બરાબરી કરી ચૂક્યો છે. રોહિત અને સેમસને 10-10 સિક્સર ફટકારી છે. તિલક પણ આ પરાક્રમ કરી ચૂક્યો છે. આ યાદીમાં સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને છે. તેણે 2023માં શ્રીલંકા સામે 9 સિક્સર ફટકારી હતી.
T20Iમાં સતત ઇનિંગ્સમાં સદી ફટકારનાર બેટ્સમેન
- ગુસ્તાવ મેકોન
- રિલે રુસો
- ફિલ સોલ્ટ
- સંજુ સેમસન
- તિલક વર્મા
ભારતની શાનદાર જીત
ચોથી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. આ રીતે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે 4 T20 મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ હતો, પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં 148 રન પર જ સિમિત રહી ગઈ હતી. આ પહેલા ભારતીય ટીમે 20 ઓવરમાં 1 વિકેટે 283 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો...