નવી દિલ્હીઃ ક્રિકેટમાં સમયે સમયે ક્રિકેટના દિગ્ગજો, પૂર્વ ક્રિકેટરો, એક્સપર્ટ અને કૉમેન્ટેટરો પોતાની પસંદગીની ટીમ સિલેક્ટ કરતાં હોય છે. આ ટીમમાં મહાન ખેલાડીઓને તેઓ સ્થાન આપતા હોય છે. જોકે, આમાં કેટલાકનુ સિલેક્શન ચોંકાવનારુ પણ હોય છે. આ લિસ્ટમાં દિલશાનનુ નામ જોડાઇ ગયુ છે.


શ્રીલંકાના પૂર્વ ઓપનર અને વિસ્ફોટક બેટ્સમેન તિલકરત્ન દિલશાને પોતાની મનપસંદ વનડે પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. આમાં ખાસ વાત છે કે આ ટીમમાં હાલ ક્રિકેટ રમતો એકપણ ખેલાડી સામેલ નથી. દિલશાને આ ટીમમાં માત્રને માત્ર પૂર્વ ક્રિકેટરોને જ સ્થાન આપ્યુ છે, જેથી આ ટીમને ચોંકાવનારી પસંદગી પણ કહી શકાય.

ઇએસપીએ-ક્રિકઇન્ફો માટે શ્રીલંકન ઓપનર દિલશાને પોતાની વનડે ટીમની પસંદગી કરી હતી, આમાં ભારતના માત્ર એક જ ખેલાડી સચિન તેંદુલકરને સ્થાન આપવામાં આવ્યુ છે. દિલશાને પોતાની વનડે ટીમમાં હાલની કરન્ટ ટીમમાં રમતા એકપણ ક્રિકેટરને સામેલ નથી કર્યો.

દિલશાને પોતાની ટીમમાં ઓપનિંગની જવાબદારી મહાન ખેલાડી અને ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા સચિન તેંદુલકરની સાથે સનથ જયસૂર્યાને સોંપી છે. જ્યારે કેપ્ટન રિકી પોન્ટિંગ અને વિકેટકીપર એબી ડિવિલિયર્સને બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ટીમમાં ક્રિકેટના દિગ્ગજોને સામેલ કરવામાં આવ્યા છે, જેવા કે મુરલીધરન, શેન વોર્ન, બ્રાયન લારા, વસીમ અક્રમ, કર્ટની વૉલ્શ.

તિલકરત્ને દિલશાનની વનડે ઇલેવન.....
સનથ જયસૂર્યા, સચિન તેંદુલકર, બ્રાયન લારા, મહેલા જયવર્ધને, રિકી પોન્ટિંગ (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), વસીમ અકરમ, શેન વોર્ન, મુથૈયા મુરલીધરન, કર્ટની વૉલ્શ.