Tim Paine Retirement Australia: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ કેપ્ટન ટિમ પેને ઘરેલુ ક્રિકેટના તમામ ફૉર્મેટમાથી સંન્યાસનું એલાન કરી દીધું છે. તેને તસ્માનિયા અને ક્વિન્સલેન્ડ વચ્ચે રમાયેલી મેચ બાદ શુક્રવારે ફર્સ્ટ ક્લાસ કેટેગરી ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. આ દરમિયાન ટિમ પેન ભાવુક દેખાયો હતો. ટીમના સાથીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ. તસ્માનિયા અને ક્વિન્સલેન્ડની વચ્ચે રમાયેલી મેચ ડ્રૉ રહી હતી. પોતાની આ છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચમાં તેને પ્રથમ ઇનિંગમાં 62 બૉલ પર 42 રન બનાવ્યા. વળી, બીજી ઇનિંગમાં તે 3 રને નૉટઆઉટ રહ્યો હતો. ટિમ પેને વર્ષ 2005 માં સાઉથ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ શ્રેણી ક્રિકેટની શરૂઆત કરી હતી. 


ટિમ પેનના નામે નોંધાયેલો છે કીર્તિમાન - 
ટિમ પેનના નામે તસ્માનિયા તરફથી ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેને વિકેટકીપર તરીકે તસ્માનિયા માટે 295 કેચ પકડ્યા છે, ટિમ પેને ઓગસ્ટ, 2022માં ક્રિકેટમાં વાપસી કરી હતી, આ પહેલા તેને માનસિક સ્વાસ્થ્યનો હવાલો આપીને ક્રિકેટમાંથી અનિશ્ચિતકાળ સુધી બ્રેક લીધો હતો. તેને 2022-23 સિઝનમાં ઘરેલુ ક્રિકેટમાં 7 મેચ રમી અને 156 રન બનાવવામાં સફળ રહ્યો હતો, આ દરમિયાન તેની એવેરેજ 17.33 રહી. ફર્સટ્ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 4 હજારથી વધુ રન નોંધાયેલા છે. તે તસ્માનિયાની 2 ખિતાબી જીતમાં પણ સામેલ રહ્યો છે.