ઓસ્ટ્રેલિયાના હેડ કોચ જસ્ટિન લેંગરે ભારતની સાથે ચાલી રહેલ સીરીઝમાં ખેલાડીઓની ઇજાને લઈને આઈપીએલને જવાબદાર ગણાવ્યું છે. તેણે કહ્યું કે, આઈપીએલ ખૂબ જ પસંદ છે પરંતુ આ વર્ષે ટૂર્નામેન્ટના આયોજનના ટાઈમિંગની હાલની સીરીઝ પર ખાસ અસર પડી છે.

આઈપીએલના ટાઇમિંગને લઈને ઉઠાવ્યા સવાલ

કોચ લેંગરે કહ્યું, “આ સત્રમાં બન્નેના ટીમના અનેક ખેલાડી ઇજાગ્રસ્ત થયા છે. મને નથી લાગતું કે આ વર્ષે આઈપીએલના આયોજનનું ટાઇમિંગ યોગ્ય હતું. ખાસ કરીને આટલી મોટી સીરિઝ પહેલા તો બિલકુલ નહીં. હું આશા રાખું છું ખે આગળ તેની સમીક્ષા કરવામાં આવશે.” સાથે જ તેમણે આઈપીએલ ટૂર્નામેન્ટના વખાણ કરતાં કહ્યું કે, “મને વ્યક્તિગત રીતે આ ટૂર્નામેન્ટ ખૂબ જ પસંદ છે. આ બુલકિલ એવું જ છે જ્યારે અમે અમારા સમયમાં કાઉન્ટી ક્રિકેટ રમતા હતા. કાઉન્ટીમાં રમતા અમે અમારી રમતની ટેકનીકની રીતે સુધારા કરી શકતા હતા અને આઈપીએલમાં પણ મર્યાદિત ઓવરની રમતમાં અનેક સકારાત્મક પરિવર્તન આવી રહ્યા છે.”

જે સૌથી વધારે ફિટ હશે તે બાજી મારી જશે

જાડેજા અને બુમરાહને ઇજા થવાના સવાલ પર લેંગરે કહ્યં, “ચોથી ટેસ્ટ પર તેની ખૂબજ અસર પડશે. હવે રમતના કૌશલ્ય કરતાં વધારે સ્પર્ધા ફિટનેસની હોય છે. જે વધારે ફિટ હશે તે બાજી મારી જશે.” ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચોથી ટેસ્ટ મેચ બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમવામાં આવશે.

નોંધનીય છે કે, આ વર્ષે આઈપીએલ ટૂર્નામેન્ટ સામાન્ય રીતે એપ્રિલ મેમાં આયોજિત થાય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે ટૂર્નામેન્ટનું આયોજન સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં યૂએઈમાં થયું હતું.