નવી દિલ્હીઃ દુનિયાના દિગ્ગજ ફાસ્ટ બૉલરોમા સામેલ વસીમ અકરમનો આજે એટલે કે 3 જૂન 2022ના રોજ 56મો જન્મ દિવસ છે. પાકિસ્તાની ટીમના વસીમ અકરમ (Wasim Akram Birthday)ની ક્રિકેટ કેરિયર અનેક ઉતાર ચઢાવ વાળી રહી છતાં જીવનમાં ક્યારેય હાર નથી માની. વસીમ અકરમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 916 વિકેટો ઝડપીને હાહાકાર મચાવી દીધો છે. જોકે, એક રિપોર્ટ પ્રમાણે વસીમ અકરમ જ્યારે 30 વર્ષનો હતો તે સમયે તેને ડાયાબિટીસની સમસ્યા રહેતી હતી. છતાં તે ક્રિકેટના મેદાનમાંથી ક્યારેય પાછો નથી હટ્યો, તેને જબરદસ્ત અને સખત મહેનત કરીને અને બાદમાં ક્રિકેટની દુનિયામાં સ્વિંગનો સુલતાન બની ગયો હતો. વસીમ અકરમની ક્રિકેટ કેરિયર એકદમ શાનદાર રહી છે. 


એક સમયે વસીમ અકરમનું સુગલ લેવલ એટલુ બધુ વધી ગયુ હતુ કે તેને ડૉક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી. ક્રિકેટ છોડવા સુધીની સલાહ આપવામાં આવી હતી.તે સમયે વસીમ અકરમનુ વજન બે મહિનાની અંદર લગભગ 8 કિલોગ્રામ ઘટી ગયુ હતુ, પરંતુ બાદમાં સખત મહેનત કરીને ફરીથી ફિટનેસ હાંસલ કરી લીધી. વસીમ અકરમ ફિટનેસ પ્રેમી પણ છે. 


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મચાવ્યો તરખાટ -
વસીમ અકરમની કેરિયરની વાત કરીએ તો તેને 104 ટેસ્ટ, 356 વનડે આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. તેને ટેસ્ટ ક્રિકેટમાં 414 વિકેટો લીધી, જેમાં 25 વાર 5 વિકેટો સામેલ છે. તેને વનડે ક્રિકેટમાં 502 વિકેટો ઝડપી. આ ઉપરાંત તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 1042 વિેકટો ઝડપી છે. 


બેટિંગ પણ પાવર -
વસીમ અકરમ બેટથી પણ પાવરફૂલ હતો, તેને 1 વાર બેવડી સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. તેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 1996 માં તેને અણનમ 257 રન ઠોકી દીધા હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વિરુદ્ધ પણ સદીએ ફટકારી છે. તેને આ ફોર્મેટમાં કુલ 7 ફિફ્ટી પણ લગાવી છે. તેને વનડેમાં 6 ફિફ્ટીની મદદથી કુલ 3717 રન બનાવ્યા છે.