Women's T20 WC 2023: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે ફરી એકવાર ભારતીય મહિલા ટીમ મેદાનમાં ઉતરશે, આજની મેચમાં જીત હાંસલ કરીને સેમિ ફાઇનલમાં જગ્યા પાક્કી કરવા પર કેપ્ટન હરમનપ્રીત કૌરની નજર રહેશે. આજે સાંજે ભારતીય મહિલા ટીમનો સામનો ઇંગ્લેન્ડની મહિલા ટીમ સામે થવાનો છે, 6.30 વાગે ફરી એકવાર મેદાનમાં બન્ને મજબૂત ટીમો આમને સામને ટકરાશે, ખાસ વાત છે કે, બન્ને ટીમો પોતાની આગાળની બન્ને મેચોમાં જીત હાંસલ કરીને આવી છે.


ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા પોતાની પ્રથમ બે મેચોમાં એકમાં પાકિસ્તાન સામે જીત હાંસલ કરી છે, તો બીજામાં વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમને હાર આપીને અહીં પહોંચી છે, વળી, ઇંગ્લેન્ડ મહિલા ટીમે પણ આયરલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને આ વર્લ્ડકપની શરૂઆતની બન્ને મેચોમાં માત આપી છે. 


ઇંગ્લેન્ડ અત્યારે છે ગૃપમાં ટૉપ પર - 
ભારતની મહિલા ટીમ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે દાવેદાર છે, અત્યારે ભારત અને ઇંગ્લેન્ડ બન્ને ટીમોના પૉઇન્ટ એકસરખા જ છે, પરંતુ ભારતીય ટીમ કરતાં ઇંગ્લિશ ટીમની નેટ રનરેટ બેસ્ટ છે, અને નેટ રનરેટના આધાર પર અત્યારે ટૉપ પર પહોંચી ચૂકી છે.  


ભારતીય મહિલા ટીમે શનિવારે એટલે કે આજે 18મી ફેબ્રુઆરીએ મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ત્રીજી મેચ રમી રહી છે. આ સાઉથ આફ્રિકાના સેન્ટ જ્યૉર્જ પાર્ક, પૉર્ટ એલિઝાબેથ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. જો ભારતીય ટીમ આજની મેચ જીતી લે છે, તો સેમિ ફાઇનલમાં સ્થાન લગભગ પાક્કુ થઇ જશે, ભારતીય બૉલરો સામે ઇંગ્લેન્ડની મહિલા ટીમને ટકવુ ખુબ જ અઘરુ બની શકે છે, કેમ કે હાલમાં ભારતીય બૉલરો ખુજ સારા ફૉર્મમાં છે. 


હાલમાં બન્ને ટીમોની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ભારત અને ઇંગ્લેન્ડ બન્ને ગૃપ બીમાં છે. આ ગૃપમાં આ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝ, આયરલેન્ડ અને પાકિસ્તાનની મહિલા ટીમો પણ સામેલ છે. પાંચ ટીમોના આ ગૃપમાં ટૉપ 2 ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. આવામાં દરેક મેચોમાં ખાસ રણનીતિ સાથે ઉતરવુ જરૂરી બનશે.