India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વેલિંગટન ટી20 વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, અને આજે હવે બીજી ટી20 મેચ બે ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે. આ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડની (IND vs NZ)ને લઇને મોટો પ્રશ્ન એ છે કે, આજે કેવી હશે બન્નેની પ્લેઇંગ ઇલેવન. આજની બીજી મેચ માઉન્ટ મોંગાનુઇ (Mount Maunganui) ના બે ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જાણો અહીં શું છે બન્ને ટીમના ખેલાડીઓ........
કયા કયા ખેલાડીઓને રખાશી ટીમમાં -
ત્રણ મેચોની ટી20 સીરીઝમાં આજે બીજી મેચ બે ઓવલના માઉન્ટ મોંગાનુઇમાં રમાઇ રહી છે, આ મેચ પણ વરસાદમાં પુરેપુરી રીતે ધોવાઇ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે આજે બન્ને ટીમોમાંથી કોણ કોણે સ્થાન આપવામાં આવી શકે છે, આજે ન્યૂઝીલેન્ડની ટીમમાં એ જ ખેલાડીઓ આવશે, જે ટી20 વર્લ્ડકપ 2022માં ઉતારી હતી, જોકે, માત્ર ટ્રેન્ટ બૉલ્ટને જ આરામ આપવામાં આવ્યો છે, વળી, ભારતીય ટીમની વાત કરીએ તો ટીમમાં સીનિયર ખેલાડીઓ અને કૉચિંગ સ્ટાફને આરામ આપવામાં આવ્યો છે. હાલમા ભારતીય ટીમની કમાન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે, અને કૉચ તરીકે વીવીએસ લક્ષ્મણને જવાબદારી સોંપવામાં આવી છે.
બન્નેની ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ
ઇશાન કિશન, શુભુમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ.
ન્યૂઝીલેન્ડ ટીમ
ફિન એલન, ડેવૉન કૉન્વે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઇશ સોઢી, એડમ મિલ્ને, લૉકી ફર્ગ્યૂસન.