PAK vs SL Final Top-10 Meme: ગઇરાત્રે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022ની ફાઇનલ મેચ રમાઇ, આ મેચમાં શ્રીલંકાન ટીમ 23 રનથી પાકિસ્તાનને હરાવીને છઠ્ઠી વાર એશિયા પર કબજો જમાવી લીધો. એશિયા કપની ફાઇનલમાં હાર મળતાંની સાથે જ ભારતીય યૂઝર્સ સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનીઓની મજા લઇ રહ્યાં છે. અહીં જુઓ પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા મેચ પર બનેલા ટૉપ 10 મીમ્સ.........
PAK vs SL: ફાઇનલમાં હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબરે શું કહ્યું, કઇ બે વાતોને યાદ કરીને રડી પડ્યો, જાણો--
PAK vs SL 2022: ગઇરાત્રે એશિયા કપ 2022ની ફાઇનલ મેચ દુબઇ ઇન્ટરનેશન ક્રિકેર સ્ટેડિયમમાં રમાઇ, આ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઇ હતી, જોકે, શ્રીલંકાએ ફરી એકવાર પાકિસ્તાનને મોટી મેચમાં હાર આપીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. શ્રીલંકાએ પાકિસ્તાનને ફાઇનલમાં 23 રનથી હાર આપીને છઠ્ઠી વાર એશિયા કપ જીતી લીધો હતો. આ સાથે જ પાકિસ્તાનનો ત્રીજી વાર એશિયા કપ ખિતાબ જીતવાનુ સપનુ તુટી ગયુ હતુ. જોકે મેચ પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ગદગદ થઇ ગયો હતો અને હાર માટે પોતે ભૂલોને સ્વીકારી હતી.
Mood rn 🤣 #PakvsSL pic.twitter.com/ZFiKijIzxE
— ex. capt (@thephukdi) September 11, 2022
/>પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે મેચ હાર્યા બાદ કહ્યું- અમે 8 ઓવરો સુધી તેમના પર શિકંજો કસ્યો, તેમને કાબુમા રાખ્યાં, પરંતુ ભાનુકા રાજપક્ષેની શાનદાર બેટિંગે મેચ બદલી નાંખી, આ મેચ શાનદાર હતી, દુબઇમાં રમવાનુ હંમેશા શાનદાર રહ્યું છે. અમે બૉલિંગમાં 15-20 વધારાના રન આપ્યા.
બાબરે આંખામા આસુ સાથે કહ્યું કે, અમે બેસ્ટ રીતે ફિનિશ ના કરી શક્યા. અમારી ફિલ્ડિંગ ખરાબ રહી, અમારા કેટલાક ખેલાડીઓ એશિયા કપ 2022 માટે પૉઝિટીવ રહ્યાં પરંતુ અમે કેટલીક ભૂલો બેટિંગ અને ફિલ્ડિંગમાં કરી જેના કારણે અમે ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગયા. અમે આનાથી શીખીને આગળ વધીશુ.
--