નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સીનિયર ઓલરાઉન્ડર ખેલાડી રવિચંદ્રન અશ્વિનને ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમેલી બીજી ટેસ્ટથી મોટો ફાયદો થયો છે. બીજી ટેસ્ટમાં બેટિંગ અને બૉલિંગથી કમાલ કરનારા અશ્વિનને આઇસીસી ટેસ્ટ રેન્કિંગમા ટૉપ ફાઇવમાં જગ્યા મળી છે. આઇસીસીના તાજા ઓલરાઉન્ડર રેન્કિંગ લિસ્ટમાં અશ્વિનન પાંચ સ્થાન પર પહોંચી ગયો છે, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી બેટિંગમાં પાંચમા નંબર પર ટકેલો છે.


ચેન્નાઇની બીજે ટેસ્ટમાં અશ્વિને જે કમાલ કર્યો, બેટિંગ અને બૉલિંગ બન્નેથી જેના કારણે તેને આ ફાયદો મળ્યો છે. તેને ટેસ્ટમાં સદીની સાથે સાથે કુલ આઠ વિકેટ પણ ઝડપી હતી, ભારતે આ મેચમાં ઇંગ્લેન્ડને 317 રનોથી હાર આપી હતી.

આઇસીસી તરફથી જાહેર કરાયેલી ઓલરાઉન્ડરોની તાજા રેન્કિંગમાં અશ્વિનના 336 પૉઇન્ટ છે, આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના જેસન હૉલ્ડર 407 પૉઇન્ટની સાથે ટૉપ પર છે. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા 403 પૉઇન્ટ, ઇંગ્લેન્ડનો બેન સ્ટૉક્સ 397 પૉઇન્ટ અને બાંગ્લાદેશનો શાકિબ અલ હસન 352 પૉઇન્ટ સાથે છે.