T20 World Cup 2021: ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ રવિવારે ન્યૂઝિલેન્ડ સામે ટકરાશે. ટીમ ઇન્ડિયા માટે જીત મેળવવી ખૂબ જરૂરી છે કારણ કે ભારતે પાકિસ્તાન સામે પ્રથમ મેચ ગુમાવી છે. બંન્ને ટીમો ટુનામેન્ટમાં પોતાની પ્રથમ જીત મેળવવાનો પ્રયાસ કરશે. જે ટીમ મેચ હારશે તેના માટે ટુનામેન્ટમાં આગળની સફર ખૂબ મુશ્કેલરૂપ રહેશે. ભારતના આ ખેલાડીઓ પર તમામની નજર રહેશે.


 


રોહિત શર્મા


પાકિસ્તાન સામે રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આ કારણ છે કે ભારતને ખરાબ શરૂઆત મળી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ રોહિત શર્મા પાસે સારી ઇનિંગની આશા છે.



રોહિત શર્મા


કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 57 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. આ મેચમાં વિરાટ પ્રથમવાર પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં આઉટ થયો હતો. ન્યૂઝિલેન્ડ સામે કોહલી પાસે સારા ઇનિંગની આશા રહેશે.


 


ઋષભ પંત


વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે  પાકિસ્તાન વિરુદ્ધ 39 રનની ઇનિંગ રમી હતી. જોકે, ટીમને હારનો સામનો કરવો પડ્યો. પંત પાસે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ આક્રમક ઇનિંગની આશા છે.


 


જસપ્રીત બુમરાહ


ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પાકિસ્તાન વિરુદ્ધ એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. તેણે 3 ઓવરમાં  22 રન આપ્યા હતા. આગામી મેચમાં બુમરાહનું ફોર્મમાં પાછા ફરવું ટીમ ઇન્ડિયા માટે જરૂરી છે. બુમરાહ સારુ પ્રદર્શન કરશે તો ટીમે જીત મેળવવી સરળ રહેશે.


 


રવિન્દ્ર જાડેજા


ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ પાકિસ્તાન વિરુદ્ધ બોલિંગ અને બેટિંગમાં સારુ પ્રદર્શન કર્યું નહોતું. તે ન્યૂઝિલેન્ડ સામે મહત્વનો ખેલાડી સાબિત થઇ શકે છે.