IND vs AUS 2023: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ભારતીય ટીમ જો સૌથી વધુ કોઇ ખેલાડીને મિસ કરી રહી હોય, તો તે છે ઋષભ પંત, ઋષભ પંત એક એવો ખેલાડી છે, જેને એકલા હાથે પોતાના દમ પર કોઇપણ મેચનું પાસુ પલટી નાંખવામા સક્ષમ છે. પરંતુ દુર્ભાગ્યવશ છે કે, હાલમાં પંતનુ એક્સિડેન્ટ થયુ છે અને તે બેડ રેસ્ટ છે, આ કારણોસર તે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી ટેસ્ટી સીરીઝ નથી રમી રહ્યો. ઋષભ પંતને હજુ ક્રિકેટના ગ્રાઉન્ડ પર આવતા ઘણી વાર લાગશે.


ખાસ વાત છે કે, ઋષભ પંતની ગેરહાજરીમાં ટીમમાં કેએસ ભરતને મોકો આપવામાં આવ્યો છે, પરંતુ ભરત હજુ સુધી કોઇ ખાસ કમાલ નથી કરી શક્યો, ભરત ના તો બેટિંગમાં ચાલ્યો છે, ના તો વિકેટકીપિંગમાં. એટલુ જ નહીં ઇશાન કિશનને બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેને હજુ સુધી ડેબ્યૂ કરવાનો મોકો નથી મળ્યો.


અત્યારે ચાલી રહેલી ચોથી ટેસ્ટમાં કેએસ ભરતો ઓસ્ટ્રેલિયાનો એક આસાન કેચ છોડી દીધો હતો, આ કેચ ડ્રૉપ થયા બાદ સોશ્યલ મીડિયા પર તેને ફેન્સ ટ્રૉલ કરવા લાગ્યા હતા. એટલુ જ નહીં ફેન્સને ઋષભ પંતની પણ યાદ આવી ગઇ હતી. 






આજે કેએસ ભરતે ઉમેશ યાદવ જ્યારે બૉલિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડના બેટને ટચ થયેલો એક બૉલ વિકેટકીપર પાસે પહોંચ્યો હતો, પરંતુ કેએસ ભરતે તેને ડ્રૉપ કરી દીધો હતો. 






ટ્રેવિસ હેડના આ કેચ છુડ્યા બાદ ટ્રેવિસ હેડે ભારતીય ટીમને દબાણમાં લાવવામાં માટે કેટલાક આક્રમક શૉટ્સ ફટકાર્યા હતા. બાદમાં 32 રનના અંગત સ્કૉર પર અશ્વિને તેને આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો.