Who is Sonam Yadav: ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમ 29 જાન્યુઆરીએ T20 વર્લ્ડ કપ જીતીને નવો રેકોર્ડ બનાવવામાં સફળ રહી હતી. શેફાલી વર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ખિતાબી મુકાબલામાં 7 વિકેટે હરાવ્યું હતું. ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ICC અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભારત જીતવામાં સફળ રહ્યું હતું. ભારતીય મહિલા ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સોનમ યાદવનું પણ મહત્વનું યોગદાન હતું. તેણે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે.
કોણ છે સોનમ યાદવ
સોનમ યાદવ ફિરોઝાબાદ જિલ્લાના ટુંડલા ગામની રહેવાસી છે. ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ માટે જ્યારે મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં સોનમ યાદવનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તે ઓલરાઉન્ડર તરીકે રમે છે. T20 વર્લ્ડ કપમાં તેણે ખાસ કરીને બોલિંગમાં પોતાના પ્રદર્શનથી ઘણો પ્રભાવિત કર્યા હતા. સોનમે વર્લ્ડ કપમાં 6 મેચ રમી અને 5 વિકેટ લેવામાં સફળ રહી. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એક રનમાં 2 વિકેટ લેવાનું હતું. જાણકારી માટે તમને જણાવી દઈએ કે સોનમે 13 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેની પ્રતિભા જોઈને તેનું એડમિશન ફિરોઝાબાદના ક્રિકેટ કોચિંગમાં થઈ ગયું. જે બાદ તેણે પોતાની જોરદાર રમતના કારણે ભારતની અંડર-19 મહિલા ટીમમાં જગ્યા બનાવી.
પિતા મજૂરી કામ કરે છે
ભારતને અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીતાડનાર સોનમ યાદવના પિતા મજૂર છે. તેના પિતા મુકેશ કુમાર ફિરોઝાબાદમાં એક ગ્લાસ ફેક્ટરીમાં કામ કરે છે. પરિવારના જણાવ્યા અનુસાર, જ્યારે સોનમ 13 વર્ષની હતી ત્યારે તેણે ક્રિકેટમાં રસ દાખવ્યો હતો. શરૂઆતમાં તે છોકરાઓ સાથે રમતી હતી. તે પોતાની બોલિંગ દ્વારા તેના કરતા મોટા ખેલાડીઓને આઉટ કરતી હતી. આ પછી તેની હિંમત વધી અને તે સફળતાની સીડી ચડતી ગઈ.
ગામમાં ઉજવણી
ભારતીય મહિલા ટીમે અંડર-19 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેના ગામમાં ઉજવણીનો માહોલ છે. સોનમ અને તેના પરિવારને દૂર દૂરથી અભિનંદન મળી રહ્યા છે. ઘરના લોકો પણ ખુશીથી કૂદી પડ્યા. ભારતીય ટીમે ટાઈટલ જીત્યા બાદ સોનમ પણ ઘણી ખુશ છે. તે કહે છે કે આ તો માત્ર શરૂઆત છે. હવે મારે રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવવા માટે સખત મહેનત કરવી પડશે.