U19 Women's World Cup Final: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટમાં ચેમ્પીયન બનવા માટે જોરદાર ટક્કર થવાની છે. આજ અંડર 19 મહિલા વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચમાં ભારતીય મહિલા અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો આમને સામને ટકરાશે. ખાસ વાત છે કે, આ અંડર 19 મહિલા વર્લ્ડકપની પહેલી સિઝન છે અને તે સાઉથ આફ્રિકામાં રમાઇ રહી છે. એકબાજુ ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી છે, તો બીજીબાજુ ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં આવી છે. આજે બન્ને ટીમો વચ્ચે અંડર 19 મહિલા ટી20 ક્રિકેટમાં ચેમ્પીયન બનાવાની તક છે. જાણો અહીં બન્નેની આજે શું હશે પ્લેઇંગ ઇલેવન..... 


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -


ભારતીય મહિલા ટીમ - 
શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત, સૌમ્યા તિવારી, ઋચા ઘોષ (વિકેટકીપર), ગોન્ગડી ત્રિષા, હરિષિતા બસુ, ટિટાસ સાધુ, મન્નત કશ્યપ, અર્ચના દેવી, પાર્શવી ચોપડા, સોનમ યાદવ. 


ઇંગ્લેન્ડની મહિલા ટીમ - 
ગ્રેસ સ્નીવાન્સ (કેપ્ટન), લીબર્ટી હીપ, નિઆમ હૉલેન્ડ, સેરેન સ્મેલ (વિકેટકીપર), રાયના મેકડોનાલ્ડ-ગે, કેરિસ પાવલે, એલેક્સા સ્ટૉનહાઉસ, સોફિયા સ્મેલ, જોસી ગ્રૉવ્સ, એલી એન્ડરસન, હનાહ બેકર.


અનોખો રેકોર્ડ બનાવશે શેફાલી -
અંડર 19 ભારતીય મહિલા ટીમની કેપ્ટન શેફાલી વર્મા 28 જાન્યુઆરીએ જ 19 વર્ષી થઇ છે. ઋચા ઘોષ અને તે સીનિયર ટીમ માટે રમી ચૂકી છે. રવિવારની ફાઇનલ મેચમાં રમવા માટે ઉતરતાની સાથે જ શેફાલી એક અનોખો રેકોર્ડ બનાવી લેશે. તે અંડર 19 વૂમન્સ વર્લ્ડકપ, ટી20 વર્લ્ડકપ અને કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલ રમનારી પહેલી મહિલા ખેલાડી બની જશે.


2020ના ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેને 2 રન બનાવ્યા હતા, વળી, 2022ની કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં તે ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ જ 11 રન બનાવી શકી હતી. તેને ભારત માટે 2022માં મહિલા વનડે વર્લ્ડકપ પણ રમ્યો હતો. ત્યારે ટીમ ફાઇનલમાં ન હતી પહોંચી શકી.