U 19 World Cup 2026 Schedule: ક્રિકેટ રસિયાઓ (Cricket Fans) માટે વર્ષ 2026 જબરદસ્ત રહેવાનું છે, કારણ કે આ વર્ષે એક નહીં પણ કુલ ત્રણ વર્લ્ડ કપ રમાવાના છે. જેની શરૂઆત જુનિયર ક્રિકેટરો એટલે કે Under-19 World Cup થી થઈ રહી છે. આવતીકાલે એટલે કે 15 January (ગુરુવાર) થી ઝિમ્બાબ્વે અને નામિબિયાની ધરતી પર ક્રિકેટનો આ મહાકુંભ શરૂ થશે. જોકે, ચાહકો માટે એક નિરાશાની વાત એ છે કે આ વખતે લીગ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે 'હાઈ વોલ્ટેજ ડ્રામા' જોવા નહીં મળે, કારણ કે ICC એ બંને ટીમોને અલગ-અલગ ગ્રુપમાં રાખી છે.

Continues below advertisement

ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ (Team India Schedule)

ભારતીય ટીમ 'ગ્રુપ A' માં છે. ભારતની તમામ લીગ મેચો ભારતીય સમય મુજબ બપોરે 1:00 PM વાગ્યે શરૂ થશે. જુઓ ટાઈમ ટેબલ:

Continues below advertisement

15 January (ગુરુવાર): ભારત વિરુદ્ધ USA (સ્થળ: ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો)

17 January (શનિવાર): ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ (સ્થળ: ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો)

24 January (શનિવાર): ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ (સ્થળ: બુલાવાયો)

ખાસ કરીને 17 January એ યોજાનારી બાંગ્લાદેશ સામેની મેચ રોમાંચક બની રહેશે, કારણ કે તાજેતરમાં બંને ટીમો વચ્ચે ઘણી રસાકસી જોવા મળી છે.

ગ્રુપનું ગણિત અને પાકિસ્તાન ક્યાં?

આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમો આગળના રાઉન્ડ (સુપર સિક્સ/નોકઆઉટ) માટે ક્વોલિફાય થશે.

Group A: ભારત, USA, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ.

Group B: પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે.

Group C: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ, જાપાન.

Group D: દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, તાંઝાનિયા.

ભારતનો દબદબો અને ઈતિહાસ

અંડર-19 વર્લ્ડ કપનો આ 16 મો સંસ્કરણ છે. ઈતિહાસ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા સૌથી સફળ ટીમ રહી છે. ભારત અત્યાર સુધીમાં 5 વખત ચેમ્પિયન (Champion) બન્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 4 ટાઇટલ સાથે બીજા નંબરે છે અને પાકિસ્તાન 2 વાર જીત્યું છે. જોકે, ગત વર્ષે 2024 ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવ્યું હતું, જેનો બદલો લેવા આ વખતે 'બ્લુ બ્રિગેડ' મેદાનમાં ઉતરશે.

U-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ (Squad)

આયુષ મ્હાત્રે (Captain), વૈભવ સૂર્યવંશી, આર.એસ. અમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ડી. દીપેશ, મોહમ્મદ અનાન, એરોન જ્યોર્જ, અભિજ્ઞાન કુંડુ, કિશન કુમાર સિંહ, વિહાન મલ્હોત્રા, ઉદ્ધવ મોહન, હેનીલ પટેલ, ખિલન પટેલ, હરવંશ સિંહ અને વેદાંત ત્રિવેદી.