Bangladesh Premier League Unmukt Chand: બાંગ્લાદેશ પ્રીમિયર લીગ આવતા વર્ષે રમાવાની છે. આ લીગ 6 જાન્યુઆરીથી શરૂ થશે. બીપીએલમાં પ્રથમ વખત કોઈ ભારતીય ખેલાડી રમતો જોવા મળશે. 2012માં પોતાની કેપ્ટનશીપમાં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ઉન્મુક્ત ચંદ પ્રથમ વખત BPLનો ભાગ બનવા જઈ રહ્યો છે. ઉન્મુક્ત ચંદની પસંદગી BPL ફ્રેન્ચાઇઝી ચટ્ટોગ્રામ ચેલેન્જર્સ દ્વારા ડ્રાફ્ટ ખેલાડીઓમાં કરવામાં આવી છે. તેણે બીપીએલ માટે પોતાનું નામ આપ્યું હતું.


ભારતીય ખેલાડીઓ નથી રમી શકતા વિદેશી લીગ


BCCI કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા ભારતીય ખેલાડીઓ કોઈપણ પ્રકારની વિદેશી લીગ રમી શકતા નથી.  બીજી તરફ ઉન્મુક્ત ચંદે BCCI સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. આ જ કારણ છે કે તે વિદેશી લીગમાં ભાગ લઈ રહ્યો છે. કોઈપણ ભારતીય ખેલાડીને વિદેશી લીગમાં રમવા માટે BCCI સાથેના તમામ સંબંધો તોડવા પડે છે.


ટીમમાં ઉન્મુક્ત ચંદના સમાવેશ બાદ મીડિયા સાથે વાત કરતા ચટ્ટોગ્રામ ચેલેન્જર્સના માલિક રિફ્તુઝમાને કહ્યું, અમે તેને પસંદ કર્યો કારણ કે અમે અમારી ટીમમાં ભારતીય ખેલાડીને રાખવા માંગતા હતા. અમારો ભારતમાં પણ ચાહકોનો આધાર હોઈ શકે છે.


ઉન્મુક્ત ચંદ યુએસએ તરફથી રમે છે


ભારતીય ટીમમાં સ્થાન ન મળવાના કારણે  ઉન્મુક્તે યુએસએથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. હવે તે યુએસએ તરફથી જ રમે છે. ભારતીય ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનને કારણે તેણે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.


ચટ્ટોગ્રામ ચેલેન્જર્સની ટીમ


અફિફ હુસૈન, વિશ્વા ફર્નાન્ડો, અશાન પ્રિયાંજન, કર્ટિસ કેમ્ફર, મૃત્યુંજય ચૌધરી, શુવાગત હોમ, મેહદી હસન રાણા, મેહદી મારૂફ, ઝિયાઉર રહેમાન, મેક્સવેલ પેટ્રિક ઓ'ડોડ, ઉન્મુક્ત ચંદ, તાઇજુલ ઇસ્લામ, અબુ ઝાયદ રાહી, ફોરહાદ રેઝા, તૌફિક ખાન તુષાર


Indian Captain: BCCIના સૂત્રનો ખુલાસો, હાર્દિકને T-20નો કેપ્ટન બનાવવાથી રોહિતને કોઈ વાંધો નહીં


Rohit Sharma on Hardik Pandya: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા બીસીસીઆઈએ ટીમ ઈન્ડયામાં મોટા ફેરફાર કરવાની તજવીજ હાથ ધરી છે. હવે બીસીસીઆઈ T-20 ફોર્મેટમાં નવા કપ્તાનની નિમણૂંક કરવાની યોજના બનાવી ચુક્યું છે. જેને ટીમનો સિનિયર ખેલાડી રોહિત શર્મા સહજ રીતે સ્વિકારવા તૈયાર હોવાનું બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે. 
 
ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટી20નો નવો કેપ્ટન બનાવવાની યોજના બનાવી છે. હવે આ મામલે મહત્વની બાબત સામે આવી રહી છે કે  ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્માને હાર્દિક પંડ્યાને ટી-20નો નવો કેપ્ટન બનાવવામાં કોઈ વાંધો નથી અને તે તેનાથી સહજ છે. 


રોહિતને કોઈ સમસ્યા નહીં 


અહેવાલ પ્રમાણે BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, રોહિત શર્મા હાર્દિક પંડ્યાને T-20 ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવતા ખુશ છે. સૂત્રએ જણાવ્યું હતું કે, BCCIના ટોચના અધિકારીએ રોહિત શર્મા સાથે આ મામલે વાતચીત કરી હતી. રોહિત T-20 કેપ્ટન પદ છોડવા માટે સહજ છે. તે વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નવી પસંદગી સમિતિની નિમણૂક બાદ હાર્દિક પંડ્યાને T-20નો નવો કેપ્ટન બનાવવાની જાહેરાત કરવામાં આવશે.