BCCI Central Contract List: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ (BCCI Contract List Women)  બહાર પાડી હતી. મેન્સ ટીમની યાદી હજુ જાહેર થવાની બાકી છે, પરંતુ જાહેરાત થાય તે પહેલા જ વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. મહિલા ક્રિકેટરોની યાદીમાં 16 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે પુરૂષ ક્રિકેટરોની જૂની યાદીમાં 30 ખેલાડીઓના નામ સામેલ હતા. એક નવા સમાચાર સામે આવ્યા છે કે બોર્ડના તમામ સભ્યો A+ કેટેગરી અંગે સહમત નથી.


BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, મહિલા ક્રિકેટરોને ત્રણ ગ્રેડ - A, B અને Cમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 






એનડીટીવીમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ રાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. યાદી તૈયાર કરવા માટે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાની સલાહ પણ લેવામાં આવી રહી છે. હાલમાં A+ કેટેગરીમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાના નામ છે. પરંતુ નવા અપડેટ મુજબ, બોર્ડના તમામ સભ્યો હાલમાં A+ શ્રેણીમાં સામેલ ખેલાડીઓને જાળવી રાખવાની તરફેણમાં નથી.


A+ શ્રેણીમાં પસંદગી કેવી છે ?


ત્રણેય ફોર્મેટ રમી રહેલા ખેલાડીઓમાં, કેટલાક મુખ્ય ખેલાડીઓને A+ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવાથી કદાચ આ જ કારણ છે કે તેમને A+ શ્રેણીમાં રાખવા પર શંકા છે. પરંતુ બીસીસીઆઈમાં હાજર એક પ્રભાવશાળી વ્યક્તિનું માનવું છે કે યાદી હવે જેવી છે તેવી જ રાખવી જોઈએ.


અશ્વિન આઉટ, અક્ષર પટેલ બઢતી


રવિચંદ્રન અશ્વિન BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર રહેશે કારણ કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. અક્ષર પટેલ, જેને તાજેતરમાં ભારતની T20 ટીમના વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેને B કેટેગરીમાંથી A કેટેગરીમાં બઢતી આપવામાં આવી શકે છે. શ્રેયસ ઐય્યરે આ સિઝનમાં 11 ODI મેચ રમી છે, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં તેની વાપસી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.