ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સમાપન રવિવારે રાત્રે થયું. ભારતે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું અને ICC ટ્રોફી જીતી. ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો ભારત છેલ્લા ત્રણ વખતથી ફાઈનલમાં પહોંચતું હતું અને હવે બે વખત ચેમ્પિયન બન્યું છે. એકંદરે, ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. કોઈપણ ટૂર્નામેન્ટમાં ટીમને ચેમ્પિયન બનાવવા માટે બોલરોનું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિરીઝમાં, ચાલો એક નજર કરીએ એવા ચાર બોલરો પર જેમણે ચેમ્પિયન્સ ટ્રોફીની આ આવૃત્તિમાં સૌથી વધુ વિકેટ લીધી.


મિચેલ સેન્ટનર 


રનર અપ ટીમના કેપ્ટન મિચેલ સેન્ટનરે પોતાની સ્પિન બોલિંગથી ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી હતી. સેન્ટનરે તમામ પાંચ મેચમાં 10 ઓવર ફેંકી અને નવ વિકેટ લીધી. તેણે સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર બોલિંગ કરી અને વચ્ચેની ઓવરોમાં દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.


મોહમ્મદ શમી 


ચેમ્પિયન ભારતીય ટીમના સૌથી અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં જ બાંગ્લાદેશ સામે પોતાના પંજા ખોલી દીધા હતા. જો કે આ પછી તે પાકિસ્તાન સામેની આગામી મેચમાં ફોર્મમાં જોવા મળ્યો ન હતો. શમીએ ટૂર્નામેન્ટની પાંચ મેચોમાં કુલ 41.2 ઓવર નાંખી અને નવ વિકેટ પોતાના નામે કરી.


વરુણ ચક્રવર્તી


ભારતે લીગ તબક્કાની પ્રથમ બે મેચોમાં વરુણ ચક્રવર્તીને મેદાનમાં ઉતાર્યા ન હતા. જોકે આ ભારતની રણનીતિ હતી. લીગ તબક્કાની છેલ્લી મેચમાં વરુણ ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતર્યો હતો અને આ મેચમાં તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી ભારતને જીત અપાવી હતી. આ મેચથી ખબર પડી કે વરુણ ભારતનું ટ્રમ્પ કાર્ડ છે. ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં પણ વરુણનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે બે વિકેટ ઝડપી હતી. વરુણને ફાઇનલમાં પણ બે વિકેટ મળી હતી. માત્ર ત્રણ મેચમાં નવ વિકેટ લઈને તેણે ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


મેટ હેનરી


ઈજાના કારણે ફાઈનલ મેચ ન રમી શકનાર કિવી ફાસ્ટ બોલર મેટ હેનરીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. હેનરીએ ચાર મેચમાં 31.2 ઓવર નાખી અને 10 વિકેટ લીધી. આ ટુર્નામેન્ટમાં માત્ર ચાર બોલર જ પાંચ વિકેટ લઈ શક્યા જેમાંથી હેનરી એક હતો.  


IND vs NZ Final: કોહલી ખિતાબ જીત્યા બાદ મોહમ્મદ શમીની માતાને પગે લાગ્યો, આ રીતે જીત્યું ફેન્સનું દિલ