MS Dhoni Video: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) મેદાનની બહાર એક નવી સ્ટાઈલમાં દેખાયો છે. તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધોની ખેતી કરતો જોવા મળી રહ્યો છે. ધોની ટ્રેક્ટર વડે ખેડાણ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ ધોની અવારનવાર પોતાના ફોર્મ હાઉસમાં જોવા મળે છે. પરંતુ આ વખતે તે અલગ જ રૂપમાં જોવા મળ્યો છે.






'કંઈક નવું શીખીને આનંદ થયો'


આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ધોની પોતે ટ્રેક્ટર ચલાવીને ખેતર ખેડતો જોવા મળે છે. ધોનીને બાઇકનો ખૂબ જ શોખ છે અને ઘણી વખત તે બાઇક ચલાવતો જોવા મળ્યો છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે તે ટ્રેક્ટર ચલાવતો જોવા મળ્યો હતો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, "કંઈક નવું શીખીને સારું લાગ્યું પરંતુ કામ પૂરું કરવામાં ઘણો સમય લાગ્યો." ધોનીનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 14 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.


લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર વાપસી કરી


ધોની સોશિયલ મીડિયા પર ખૂબ ઓછો એક્ટિવ રહે છે. લાંબા સમય બાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. અગાઉ, તેણે 8 જાન્યુઆરી, 2021 ના ​​રોજ એક વીડિયો શેર કર્યો હતો, તે પણ તેના ફાર્મહાઉસમાંથી.


2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું


નોંધપાત્ર રીતે, 15 ઓગસ્ટ, 2020 ના રોજ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ધોનીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 538 મેચ રમી છે, જેમાં તેણે 44.96ની એવરેજથી કુલ 21834 રન બનાવ્યા છે. જેમાં તેણે 16 સદી અને 108 અડધી સદી ફટકારી છે. જોકે તે આઈપીએલમાં રમતો જોવા મળે છે. ધોની ફરી એકવાર 2023માં રમાનારી IPLમાં મેદાનમાં ઉતરશે.


 


Virat Kohli: નાગપુર ટેસ્ટ પહેલા કોહલીનું આ ટ્વીટ થઇ રહ્યું છે જોરદાર વાયરલ, વિરાટના સપોર્ટમાં ફેન્સ આવ્યા...


Virat Kohli: ભારતના પૂર્વ કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલી હાલમાં નાગપુર ટેસ્ટને લઇને વ્યસ્ત છે, પરંતુ આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર તેનુ એક ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે. જેના સપોર્ટમાં ફેન્સ ઉતરી ગયા છે અને વિરાટ તરફથી એક પછી એક ટ્વીટ કરી રહ્યાં છે. ખરેખરમાં, આ ટ્વીટ વિરાટે પોતાના મોબાઇલ ફોનના ખોવાઇ જવા પર કર્યુ હતુ, જે હાલમાં વાયરલ થઇ રહ્યું છે


શું છે મામલો ?
મંગળવારે સવારે વિરાટ કોહલીએ એક ટ્વીટ કર્યુ- પોતાના નવા ફોનને અનબૉક્સ કર્યા વિના ખોવાઇ જવાથી દુઃખથી મોટુ કંઇ નથી, શું કોઇને આને જોયુ છે? -  કોહલીના આ ટ્વીટ પર ઝોમેટો તરફથી કૉમેન્ટ કરવામાં આવી - ભાભીના ફોનથી આઇસ્ક્રીમ ઓર્ડર કરવામાં સંકોચ ના કરો જો આનાથી મદદ મળી શકતી હોય