Rohit Sharma Catch Out Video, India vs Hong Kong: દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપની ચોથી મેચમાં ભારત સામે હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં ખાસ કંઈ કરી શક્યો નહોતો અને તે માત્ર 21 રન બનાવીને આઉટ થયો હતો.


રોહિત શર્મા હોંગકોંગના 19 વર્ષના યુવા બોલર આયુષ શુક્લાના હાથે કેચ આઉટ થયો હતો. એજાઝ ખાને રોહિતનો કેચ પકડ્યો હતો. રોહિતના આઉટ થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.






હોંગકોંગે ટોસ જીત્યો હતોઃ


હોંગકોંગના કેપ્ટન નિઝાકત ખાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી હતી. પહેલાં બેટિંગ કરતાં ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. જેમાં સુર્યકુમાર યાદવે તોફાની ઈનિંગ રમી હતી અને 26 બોલમાં 68 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ સાથે જ કેએલ રાહુલ 36, રોહિત શર્મા 21 અને વિરાટ કોહલીએ 59 રન બનાવ્યા હતા. 


આ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે ટીમમાં એન્ટ્રી કરી છે.


હોંગકોંગની પ્લેઈંગ ઈલેવન - નિઝાકત ખાન (કેપ્ટન), યાસીમ મોર્તઝા, બાબર હયાત, કિંચિત શાહ, એજાઝ ખાન, સ્કોટ મેકકેની (ડબ્લ્યુકે), જીશાન અલી, હારૂન અરશદ, એહસાન ખાન, આયુષ શુક્લા અને મોહમ્મદ ગઝનફર.


ભારતની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક (ડબ્લ્યુકે), ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ.


આ પણ વાંચોઃ


Virat Kohli: ફોર્મમાં પરત ફર્યો વિરાટ કોહલી, હોંગકોંગ સામે ફટકારી અડધી સદી