Himachal Pradesh Won Vijay Hazare Trophy 2021: જયપુરમાં રમાયેલી 2021 વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં તમિલનાડુ સામે હિમાચલ પ્રદેશનો વિજય થયો છે. પ્રથમવાર હિમાચલ પ્રદેશે સ્થાનિક ક્રિકેટમાં કોઇ ટાઇટલ જીત્યું છે. ફાઇનલ મેચમાં તમિલનાડુ તરફથી દિનેશ કાર્તિકે શાનદાર સદી ફટકારી હતી છતાં તમિલનાડુની ફાઇનલમાં હાર થઇ હતી. કાર્તિકની સદીની મદદથી તમિલનાડુએ 50 ઓવરમાં 314 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હિમાચલ પ્રદેશે 47.3 ઓવરમાં 299 રન બનાવી લીધા હતા અને બાદમાં VJD મેથડની મદદથી જીત મેળવી હતી.


ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી તમિલનાડુની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 15મી ઓવરમાં ફક્ત 40 રન પર ચાર વિકેટ પડી ગઇ હતી. બાદમાં બેટ્સમેન દિનેશ કાર્તિકે 103 બોલમાં 116 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેની મદદથી તમિલનાડુએ હિમાચલ પ્રદેશને જીતવા માટે 315 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કાર્તિકે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને સાત સિક્સ ફટકારી હતી.


કાર્તિક સિવાય ઇન્દ્રજીતે 71 બોલમાં 80 રન ફટકાર્યા હતા. તે સિવાય બાબા અપરાજીત 02, N Jagadeesanએ 9, Sai Kishoreએ 18 અને M Ashwinએ 7 રન બનાવ્યા હતા. સાથે શાહરૂખ ખાને 21 બોલમા 42 રનની તોફાની ઇનિંગ રમી હતી.


બાદમાં 315 રનનો પીછો કરતા હિમાચલ પ્રદેશની ટીમે પ્રશાંત ચોપરા અને શુભમ અરોરાએ સારી શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 60 રન જોડ્યા હતા. પ્રશાંત ચોપરાએ 26 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. શુભમ અરોરાએ અણનમ 136 રનની ઇનિંગ રમી ટીમને વિજય અપાવ્યો  હતો. તે સિવાય કેપ્ટન રિષિ ધવને 23 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા.


 


ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?


નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ


કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?


BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...