નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇમાં ક્રિકેટની દુનિયાના બે ધૂરંધર બેટ્સમેનો વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ સાથે આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ફ્રેન્ચાઇઝી ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યાં છે. હવે બન્નેએ નક્કી કર્યુ છે કે લોકોની મદદ માટે પોતાના ક્રિકેટના સામાનની હરાજી કરશે.


કોરોના સામેની લડાઇ લડવા માટે બન્ને દિગ્ગજોએ ક્રિકેટના એ સામાનની હરાજી કરવાનો નિર્ણય લીધો છે, જેને તેઓએ 2016ની આઇપીએલમાં ગુજરાત લાયન્સ વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો, અને ઐતિહાસિક ભાગીદારી કરી છે. ડિવિલિયર્સ અને વિરાટે આને લઇને એક ઐતિહાસિક પૉસ્ટ પણ શેર કરી છે.



ડિવિલિયર્સે સોશ્યલ મીડિયા પર હસ્તાક્ષર કરેલી એ તસવીરોને પૉસ્ટ કરી છે, અને જાહેરાત કરી છે કે હરાજીમાં મળનારા ફંડનો ઉપયોગ ભારત અને દક્ષિણ આફ્રિકામાં કૉવિડ-19 મહામારી વિરુદ્ધ લડાઇમાં ઉપયોગ કરવામાં આવશે.



ખાસ વાત છે કે કોહલી અને ડિવિલિયર્સે તે મેચમાં 229 રનની આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી ભાગીદારી કરી હતી. બન્ને બેટ્સમેનોએ સદી ફટકારી હતી.

ડિવિલિયર્સે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- ક્રિકેટે મને યાદગાર યાદો આપી છે, અને તેમા સૌથી મહત્વની તે ભાગીદારી છે, જે મે વિરાટ કોહલી સાથે 2016માં ગુજરાત લાયન્સ વિરુ્દ્ધ આરસીબી તરફથી રમતા નિભાવી હતી.



ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં હાલ કોરોના મહામારીએ પ્રકોપ ફેલાવ્યો છે. બન્ને ક્રિકેટ દિગ્ગજોએ મહામારી સામેની લડાઇમાં સાથ આપ્યો છે, અને કિંમત સામાન વેચવાનો નિર્ણય કર્યો છે.