Virat Kohli And Rohit Sharma Dance: ભારતીય ટીમે દરેક જગ્યાએ માહોલ સર્જ્યો હતો, પરંતુ મુંબઈના વાનખેડેમાં ગઈકાલે કઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે યોજાયેલી વિજય પરેડ બાદ વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ઘણી ઐતિહાસિક ક્ષણો જોવા મળી, જેમ કે BCCIએ ટીમ ઈન્ડિયાને અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ 125 કરોડ રૂપિયા આપી. આ સિવાય વાનખેડેમાં કેટલીક શાનદાર પળો પણ જોવા મળી હતી, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત આખી ટીમ સામેલ હતી.


બીસીસીઆઈ દ્વારા ખુશીઓની શાનદાર પળોનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પોતાના ડાન્સથી સ્ટેડિયમમાં ધૂમ મચાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આખી ટીમ સાથે મેદાનમાં ચક્કર લગાવી રહ્યા છે. આ સમય દરમિયાન ઢોલ વગાડવાનું શરૂ થાય છે. ડ્રમનો અવાજ સાંભળતા જ વિરાટ કોહલી અને રોહિત શર્મા ડાન્સ કરવા લાગે છે. બંનેને જોઈને ટીમના બાકીના ખેલાડીઓ પણ તેમના સાથે નાચવા લાગે કરવા લાગે છે.


આખી ટીમ તેમના ડાન્સ કરીને તે જ રીતે આગળ વધે છે. તમામ ખેલાડીઓના ડાન્સમાં એક અલગ જ એનર્જી જોવા મળી હતી. જો કે આ પહેલા ખેલાડીઓએ લાંબી મુસાફરી કરી હતી, છતાં કોઈના ચહેરા પર થાક દેખાતો ન હતો. ડાન્સને આગળ વધતો જોઈને હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો. બંને ખેલાડીઓએ જોરશોરથી ડાન્સ કર્યો હતો. એટલું જ નહીં, ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યો પણ આ ડાન્સમાં સમાન રીતે ભાગ લઈ રહ્યા હતા.


 






વિરાટ કોહલી ઉજવણી કરીને લંડન જવા રવાના પણ થયો હતો
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી વાનખેડે સ્ટેડિયમમાં વિજય પરેડ અને ઉજવણી બાદ લંડન જવા રવાના થયો હતો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કિંગ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને બાળકોને મળવા માટે લંડન જવા રવાના થયો હતો.